તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:આરોપીની 3 મહિનાથી ધરપકડ ન થતા વિધવાના પોલીસ પર આક્ષેપ

ભરૂચ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઝાડેશ્વરની વિધવાને કૌશિક પટેલે એસિડ છાંટવાની ધમકી આપી હતી

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં ફાલ્ગુની ચેતન પટેલ નામની વિધવા રહે છે.તેણીએ 11 ઓક્ટોબર 2020 ના રોજ ઝાડેશ્વરના કૌશિક પટેલ,છાયા પટેલ અને અભિષેક પટેલ દ્વારા એસીડ છાંટી સળગાવી દેવાની ધમકી આપી હોવાની સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પરંતુ ત્રણ મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કે અટકાયત નહીં કરાઈ હોવાના આક્ષેપ કર્યા છે.

ફાલ્ગુની પટેલે કહ્યું હતું કે, કૌશિક પટેલ રાજકીય વગ અને પૈસાદાર હોઈ પોલીસને દબાવે છે. ત્રણ-ત્રણ મહિના થવા છતાં પોલીસ આરોપીની અટકાયત કરતી નથી. પોલીસ મોબાઈલ કોલ ડિટેઈલ્સ આવશે તો કાર્યવાહી કરવા જઈશું તેમ કહે છે પરંતુ પોલીસ પાસે મોબાઈલ કોલ ડિટેઈલ્સ આવી હોવાની શંકા વ્યકત કરવા સાથે પોલીસ કોલ ડિટેઈલ્સ છુપાવે છે.

આરોપી વિરુધ્ધ કોઈ પણ પુરાવા મળશે તો તેને અરેસ્ટ કરીને કાર્યવાહી કરીશું
પોલીસ દ્વારા તમામ પ્રકારની તપાસ નિષ્પક્ષ રીતે કરાય છે.જો આરોપી વિરુધ્ધ કોઈ પણ પુરાવા મળશે તો તેને અરેસ્ટ કરીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશું.જો ફરિયાદીને અમારી તપાસમાં કોઈ પણ જાતની માહિતી જોઈતી હોય તો RTI મુજબ મેળવી શકે છે.અમારી કામગીરીથી અસંતોષ ન હોય તો ઉપરી અધિકારીને અરજી પણ કરી શકે છે. > ડી.પી.ઉનડકટ,પી.આઈ,સી ડિવિઝન,ભરૂચ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો