તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:એફેડ્રીન ડ્ર્ગ્સ બનાવનાર આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ભરૂચ એસઓજીની ટીમે જંબુસર તાલુકામાં આવેલાં સીગામ ગામે આવેલાં જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેન્દ્રસિંહ યાદવના પુત્ર ભવદિપસિંહના પોલ્ટ્રી ફાર્મ પર દરોડો પાડ્યો હતો. પોલ્ટ્રી ફાર્મની એક ઓરડીમાં ભવદિપસિંહના સાગરિતો અમનસિંઘ નરેન્દ્રસિંઘ, નિતેષ રામપ્રકાશ પાંડે તેમજ ઓમપ્રકાશ રામલાલ સાકરિયાને પોલીસે ઝડપી પાડ્યાં હતાં. આરોપીઓએ વિવિધ કેમિકલોનું મિશ્રણ કરી તેના પ્રોસેસિંગ બાદ એફેડ્રીન ડ્રગ્સ બનાવતાં ટીમે સ્થળ પરથી 730 ગ્રામ પાવડર અને 4 લીટર પ્રવાહી સ્વરૂપમાં એફેડ્રીન ડ્રગ્સ જપ્ત કર્યું હતું.

આરોપીને કોર્ટમાં રજૂ કરતાં અદાલતે તેમના 7 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યાં હતાં.ટીમે આરોપીઓએ સમગ્ર કૌભાંડ કેવી રીતે પાર પાડતાં હતાં તેની વિગતો મેળવવા ઉપરાંત નિતેશ મુંબઇના નાલા સોપારાનો રહેવાસી હોઇ તેઓએ બનાવેલું ડ્રગ્સ મુંબઇ પહોંચાડવાનું હતું કે કેમ તેની તપાસ શરૂ કરી છે. ભેજાબાજોએ એફેડ્રીન ડ્રગ્સ બનાવવાનનું કોની પાસેથી અને કેવી રીતે શીખ્યા તેની પણ વિગતો મેળવવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...