• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Accused Of Attempting To Rape And Murder Sagira On A Farm Three Years Ago In Zaghadiya Sentenced To 10 Years Rigorous Imprisonment

સગીરાને ન્યાય મળ્યો:ઝઘડિયામાં ત્રણ વર્ષ પહેલા ખેતરમાં સગીરા ઉપર દુષ્કર્મ અને હત્યાના પ્રયાસના આરોપીને 10 વર્ષની સખ્ત કેદ

ભરૂચ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેતરમાં સગીરાનો એકલતાનો લાભ લઈ આરોપીએ દુષ્કર્મ આચર્યુ હતુ જે બાદ ગળાના ભાગે બ્લેડના 8 થી 9 ઘા મારી ઈજા પહોતચાડી હતી
  • સ્પેશ્યલ પોસ્કો કોર્ટના મહિલા ન્યાયાધીશે આરોપીને 376, 307 અને પોસ્કો એક્ટ હેઠળ સજા ફટકારી

ઝઘડિયા તાલુકાના એક ગામે સાડા ત્રણ વર્ષ પહેલા મોટી બહેન સાથે ખેતરમાં ચારો કાપવા ગયેલી સગીરા પર એક શખ્સે દુષ્કર્મ અને હત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ મામલે ભરૂચની સ્પેશ્યલ પોસ્કો કોર્ટના મહિલા ન્યાયાધીશે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

ઝઘડિયાના એક ગામે 10 એપ્રિલ 2018 ના રોજ સગીરા સવારના દસેક વાગ્યે તેની મોટી બહેન સાથે ખેતરોમાં ચારો કાપવા માટે ગઈ હતી. આ દરમિયાન ભોગબનનારની મોટી બહેન ઘરે પાણી ભરવા ગઇ હતી. ત્યારે આરોપી નિરવ કિરણભાઈ વસાવા ભોગબનનારની એકલતાનો લાભ લઈને તેણીની પાસે આવ્યો હતો અને સબંધ બાંધવાની માંગણી કરી હતી.

આ દરમિયાન ભોગબનનારે ના પાડતાં આરોપી ખેતરોમાં અંદરના ભાગે ખેંચીને તેને લઈ ગયો હતો. જ્યા સગીરાને જમીન ઉપર પાડી જબરદસ્તીથી દુષ્કર્મ આચર્યું હતું. તે વખતે ભોગબનનારે આરોપીને તેવું ન કરવા આજીજી કરી હતી. જોકે, તેમ છંતા આરોપીએ ભોગબનનારનું મોઢું દબાવી ગળાના ભાગે બ્લેડના 8 થી 9 ઘા માર્યા હતા. જેથી ભોગબનનારને જીવલેણ ઇજાઓ પહોંચી હતી. આરોપીએ ભોગબનનારને હત્યાનો પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ સગીરાએ જોરથી બૂમાબૂમ કરતાં તેની મોટી બહેન ત્યાં આવી જતાં આરોપી ભાગી ગયો હતો. સગીરાને ઈજા પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે હોસ્પિટલમાં તેની પૂછપરછ બાદ ફરિયાદ લીધી હતી.

ભરૂચની સ્પેશ્યલ પોસ્કો કોર્ટમાં ન્યાયાધીશ માલતીબેન સોની સમક્ષ આ કેસ ચાલી જતા મદદનીશ જિલ્લા સરકારી વકીલ અને વધારાના પબ્લિક પ્રોસિક્યુટર આર.જે. દેસાઇને કેસ સોપાયો હતો. કેસના અંતે મૌખિક જુબાનીઓ, તેઓએ રજૂ કરી હતી. તબીબી અને વૈજ્ઞાનિક તથા અન્ય દસ્તાવેજી પુરાવાઓ આધારે પોતાની દલીલો રજૂ કરી હતી. ભરૂચના સ્પે . પોકસો કોર્ટએ 20 નવેમ્બરે આરોપી નિરવ કિરણભાઈ વસાવાને પોસ્કો, દુષ્કર્મ અને હત્યાના પ્રયાસમાં કસૂરવાર ઠેરવી 10 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...