તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:આમોદના અનાજની ચોરીમાં આરોપીઓ સબજેલના હવાલે

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આમોદમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં ગત ૧૯ થી 21 જૂન દરમિયાન કોઈ અજાણ્યા ચોર 25 હજારની સરકારી કિંમતના ખાંડ અને ઘઉં ચોરી ગયા હતા.

જે બાબતે સરકારી ગોડાઉન મેનેજરે આમોદ પોલીસ મથકે ફરિયાદ આપતા આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એ.ક્રિશ્ચિયને અઠવાડિયામાં જ ચોરીનો ભેદ ઉકેલી નાખી ગરીબોનું સરકારી અનાજ ચોરનારા આછોદ ગામના ચાર તસ્કરો મહંમદ રફીક આદમ ઉર્ફે બાબુ યુસુફ ભુદરા, આસીફ ઉમરજી યુસુફ ભુદરા, જકવાન ઉર્ફે જકકુ સઈદ ઇસ્માઇલ જાલ અને સુહેલ હારૂન ઉર્ફે છોટુ હસન વોરા પટેલને જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા. તેમની પાસેથી ખાંડ તેમજ ઘઉંનો જથ્થો તેમજ ચોરીના ગુનામાં વપરાયેલ છોટા હાથી ટેમ્પો તથા ડસ્ટર કાર જપ્ત કરી હતી.પોલીસે બાકીના 50 કિ.ગ્રા.ની 9 બોરી મળી 450 કિ.ગ્રા.સરકારી ઘઉં જપ્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...