• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Accused Arrested By Police For Constructing Synagogues And Cemeteries In The Village At A Cost Of Rs 20 Lakh, 150 People Were Converted

કાંકરિયા ગેરકાયદે ધર્માંતરણનો મામલો:પોલીસ પકડમાં આવેલા આરોપીઓએ 20 લાખના ખર્ચે ગામમાં ઈબાદતગૃહ અને કબ્રસ્તાન બનાવ્યાનો ખુલાસો, 150 લોકોનું કરાયું હતું ધર્મ પરિવર્તન

ભરૂચ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરતનો સાડીનો વેપારી આધારકાર્ડ સહિતના દસ્તાવેજો બનાવી આપતો હતો
  • ધર્મ પરિવર્તન કરનારા પરિવારના બાળકોને સુરતના પલસાણામાં આવેલી મદરેસામાં અપાતું હતું ઈસ્લામિક શિક્ષણ

આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં 150થી વધુ આદિવાસીઓનું ધર્માંતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસે આ મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવ્યાં હતા. જેમાં એક બાદ એક વધુ ખુલાસાઓ થઈ રહ્યા છે. કાંકરિયા ગામમાં હસન તેસલી અને અઝીઝે રૂપિયા 20 લાખના ખર્ચે ઈબાદત ગૃહ અને કબ્રસ્તાન બનાવડાવ્યું હોવાનો ખુલાસો થયો છે.

આરોપીઓના રિમાન્ડમાં અનેક ચોંકાવનારી હકીકતો બહાર આવી​​​​​​​
​​​​​​​ધર્માંતરણ મુદ્દે તપાસ ચલાવી રહેલા DYSP એમ.પી. ભોજાણીએ રવિવારે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તપાસ અને આરોપીઓના રિમાન્ડમાં આવેલી ચોંકાવનારી હકીકતો જાહેર કરાઈ હતી. કાંકરિયા ગામે મુસ્લિમ ધર્મ અંગીકાર કરનારાના બાળકો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના સામરોદ ગામની મદ્રસ- એ - ઇસ્લામીયામાં ધાર્મિક શિક્ષણ મેળવવા દાખલ કરાયેલા છે, તેવા 5 બાળકો મળી આવ્યાં છે અને હજુ વધુ બાળકો મળવાની શક્યતા છે.

મસ્જિદમાં નમાઝ પઢવાનું શિખવાડવામા આવતું હતું ​​​​​​​
કાંકરિયા ગામમાં 150થી વધુ આદિવાસીઓનું ધર્માંતરણ મામલે સતત વધુમાં વધુ ખુલાસાઓ થઈ રહ્યા છે. આરોપીઓએ પોલીસ રિમાન્ડમાં એક બાદ ખુલાસાઓ કર્યા છે. મુસ્લિમ ધર્મનો અંગિકાર કરતી વખતે અને ત્યારબાદ ધર્મનું શિક્ષણ આપવા માટે આમોદ, જંબુસર, પાલેજ, નડિયાદ વગેરે સ્થળોથી મસ્જિદોના મોલવીઓ અથવા મુફ્તિઓ સતત કાંકરિયા ગામે અને આમોલમાં આવતા હતા. આ ગુનાના નવ આરોપીઓ પૈકી અબ્દુલ મજીદ નામનો આરોપીએ મુસ્લિમ ધર્મનો અંગીકાર કરનારા નાગરિકોને અવાર-નવાર જંબુસરની મસ્જિદમાં નમાઝ પઢવાનું શિખવવા માટે લઈ આવતો હોવાનું પણ રિમાન્ડમાં કબૂલ્યું હતું.

25 નાગરિકોના આધારકાર્ડ સહિતના દસ્તાવેજો બનાવ્યાં​​​​​​​
મુસ્લિમ ધર્મનો અંગિકાર બાદ જે તે નાગરિકના મુસ્લિમ નામ વાળા આધારકાર્ડ, સોગંદનામા તથા ગેઝેટની પ્રસિદ્ધિનું કામ સુરતનો બિલાલ નામનો શખ્સ કરી આપતો હતો. જેણે આજદિન સુધીમાં કુલ અંદાજીત 25 નાગરિકોના આધારકાર્ડ, સોગંદનામાં અને ગેઝેટ પ્રસિદ્ધનું કામ કરી આપ્યું હતું.આ ઉપરાંત આરોપીઓએ સાથે મળી ભંડોળ એકત્ર કરી કાંકરીયા ગામે એક કબ્રસ્તાન અને ઈબાદતગાહનું નિર્માણ કર્યું છે. જેમાં ઈબાદત બનાવવા માટે આરોપી અજીજના રૂપિયા 12થી 14 લાખ આપ્યાં છે. કબ્રસ્તાન માટે જમીન આછોદના હસન ટીસલી દ્વારા રૂપિયા સાડા ચાર લાખનો ખર્ચ કરી બનાવી આપી છે.

DSP રાજેન્દ્ર ચુડાસમા
DSP રાજેન્દ્ર ચુડાસમા

ગુજરાત ધર્માંતરણનો કાયદો વર્ષ 2003 માં અમલમાં આવ્યો છે આમ વર્ષ 2003થી આજ દિન સુધીમાં ભરૂચ કલેક્ટર કચેરીએ ધર્માંતરણ કરવા કેટલા નાગરિકોની અરજી આવી છે તે વિગતો મેળવવામાં આવશે. આ કેસને આવશ્યક માર્ગદર્શન મેળવી અને વધુ મજબૂત કેસ તૈયાર કરવા DSP રાજેન્દ્ર ચુડાસમાની સૂચના હેઠળ સ્પેશ્યલ પીપી તરીકેની નિમણૂંક કરવા સરકારી વકીલ પરેશ પંડ્યાની દરખાસ્ત વિચારણા હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...