નર્મદા મૈયા બ્રિજ બની ગયા બાદ ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે સર્જાતી જટિલ ટ્રાફિકની સમસ્યા તો ભૂતકાળ બની છે પણ આ ફોરલેન બ્રિજ ઉપર અકસ્માતો અને આત્મહત્યાના પ્રયાસોની ઘટના ચિંતાજનક રીતે બની રહી છે. બ્રિજ પરથી વાહનો ફુલસ્પીડે પસાર થતા હોય અને સર્જાતા અકસ્માતો અટકાવવા બ્રિજના અંકલેશ્વરના છેડે સ્પીડ બ્રેકર મૂકી દેવાયા હતા. જોકે ગુરુવારે આ ગતિરોધકને કારણે અકસ્માત સર્જાયો હતો. વાંક સ્પીડબ્રેકરનો નહિ પણ છોટાહાથી ટેમ્પા ચાલકનો હતો. જે ઝડપભેર અંકલેશ્વરથી ભરૂચ બ્રિજ તરફ આવી રહ્યો હતો.
બ્રિજની શરૂઆત પેહલા મુકેલ સ્પીડ બ્રેકર ટેમ્પા ચાલકની નજરમાં આવ્યું ન હતું. સ્પીડ બ્રેકર જોતા ચાલકે અચાનક બ્રેક લગાવી દીધી હતી. પાછળ આવતા વાહનો પણ ફૂલ સ્પીડમાં હોય કંટ્રોલ નહિ કરી શકતા ટેમ્પા પાછળ બે કાર ધડાકાભેર ઘુસી ગઈ હતી. ત્રણ વાહનો વચ્ચે અકસ્માતમાં કોઈપણ વ્યક્તિને મોટી ઇજાઓ નહિ થતા ચમત્કારિક બચાવ થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.