શનિવારની વહેલી સવારે ભરૂચ હાઇવે ઉપર નર્મદા ચોકડી ઓવરબ્રિજ પર બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ ગંભીર ઈજાઓને પગલે કરુણ મોત નીપજ્યા હતા.
ભરૂચ નેશનલ હાઇવે ઉપર રોજેરોજ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. વાહન ચાલકોની બેદરકારીને પગલે અકસ્માતની ઘટના સામે આવી રહી છે ત્યારે શનિવારની વહેલી સવારે બારડોલી પાર્સીંગની ટ્રકનો ચાલક ક્લીનર સાથે ભરૂચ નેશનલ હાઇવે ઉપરથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન નર્મદા ચોકડી ઓવરબ્રિજ પર આગળ ચાલતા ટ્રક ચાલકે અચાનક ટ્રક થોભાવી દેતા પાછળથી આવતા ટ્રક ચાલકે આગળની ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલક સહીત બે લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે ઉપર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. આ અકસ્માત અંગેની જાણ સી ડીવીઝન પોલીસને થતા પોલીસ કાફલો સ્ટાફ પર દોડી આવ્યો હતો અને અકસ્માત ગ્રસ્ત વાહનોને માર્ગની બાજુમાં ખસેડી બંને મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યા હતા અને ટ્રાફિકને પૂર્વવત કરાવી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખની છે કે મૃતક ટ્રક ચાલક સહીત અન્ય વ્યક્તિ કોણ છે તે જાણી શકાયું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.