અકસ્માત:નવા વર્ષના પ્રારંભે જ અંકલેશ્વરમાં સર્જાયો અકસ્માત, ચાચા હોટલ નજીક કાર ચાલકે રાહદારીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત

ભરૂચ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાહદારી રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલા કાર ચાલકે લીધો અડફેટે
  • અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી

નવા વર્ષના પ્રથમ દિવસે જ અંકલેશ્વરમાં અકસ્માતની ઘટના સામે આવી છે. અંકલેશ્વર નેશનલ હાઇવે પર ચાચા હોટલ નજીક કાર ચાલકે રાહદારીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.​​​​​​

આજરોજ વહેલી સવારે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલી ચાચા હોટલ પાસેથી એક ખાનગી કંપનીનો સિક્યુરિટી ગાર્ડ પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલી કાર નંબર-જી.જે.02.ડી.એન.2323 ચાલકે રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સિક્યુરિટી ગાર્ડને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...