જંબુસરના પી.જી.પી.ગ્લાસ કંપની અને સવાના કંપની વચ્ચેથી પસાર થતા છકડો રીક્ષા સાથે નીલગાય ભટકાતા અકસ્માત સર્જાયા મહિલા સહીત બે લોકોને ઈજાઓ પહોંચી હતી. જંબુસર તાલુકાના માસરરોડથી ગજેરા ગામ તરફ એક છકડો રીક્ષા ચાલક મુસાફરી લઇ પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન પી.જી.પી.ગ્લાસ કંપની અને સવાના કંપની વચ્ચે અચાનક નીલગાયના ઝુંડ આવી જતા એક નીલગાય છકડો રીક્ષાના આગળના ભાગે ભટકાતા છકડો માર્ગની બાજુમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં રીક્ષામાં સવાર મહિલા સહીત બે લોકોને ઈજાઓ પહોંચી હતી ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ સેવાની મદદ વડે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.