શૂટિંગ ચેમ્પિયનશીપ:ભરૂચમાં યોજાનાર શુટિંગ ચેમ્પિનશિપમાં 13 જિલ્લાઓમાંથી 250 જેટલા શૂટર ભાગ લેશે

ભરૂચ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લા રાયફલ એસોસિયેશન દ્વારા 5મી ઓપન ભરૂચ ડિસ્ટ્રિક્ટ શુટિંગ ચેમ્પિનશિપનું આયોજન કરાયું

ભરૂચ જિલ્લા રાયફલ એસોસિયેશન પાછલા 8 વર્ષથી ભરૂચ જિલ્લામાં કાર્યરત છે. ભરૂચ જિલ્લા રાયફલ એસોસિયેન દ્વારા તારીખ 2 જૂન 2022થી 5 જૂન 2022 સુધી 5મી ઓપન ભરૂચ ડિસ્ટ્રિક્ટ શુટિંગ ચેમ્પિનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા પોલીસ અધ્યક્ષ ડૉ.લીના પાટીલ દ્વારા શૂટિંગ ચેમ્પયનશિપમાં પ્રથમ શોટ ફાયર કરીને ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો હતો.

સમગ્ર ગુજરાતના 13 જિલ્લાઓમાંથી આશરે 250 જેટલા શૂટર આ પ્રતિયોગિતામાં ભાગ લઈ રહ્યા છે. જેમાં 10 મીટર એર રાયફલ તેમજ એર પિસ્તોલથી આ ચેમ્પિયશિપ રમાશે. રેન્જમાં વર્લ્ડ ક્લાસ Walther, Feinwerkbau, Pardini, Morini Pistol જેવા હથિયારોથી આ સ્પર્ધામાં ખેલાડીઓ નિશાન તાકશે.

આ ગુજરાત સ્ટેટ લેવલની શૂટિંગ ચેમપિયનશિપ ના સફળ આયોજન અને આ ચાર દિવસની આ પ્રતિયોગિતા માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ અને ભરૂચ જિલ્લા રાયફલ એસોસિયેશનના પ્રમુખ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા એ તમામ જિલ્લાના નિશાનેબાજને શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...