ફરિયાદ:પોલીસકર્મીના સ્વાંગમાં આવી આમોદના યુવાનનું અપહરણ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોતે વેડચ પોલીસ સ્ટેશનનો કર્મી હોવાનું જણાવ્યું
  • યુવાનની​​​​​​​ માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

આમોદ શહેરના દરબારગઠ ખાતે રહેતાં ભીખીબેન રાવજી ડાભી ગત 29મી જૂનના રોજ રાત્રીના સમયે તેઓ તેમજ તેમનો પુત્ર ટીનો તેમજ પૌત્ર રણવીર સુઇ રહ્યાં હતાં. દરમિયાનમાં રાત્રે સાડા અગિયાર વાગ્યે આછોદ ગામનો ઇમરાન ઇકબાલ પઠાણ તેમજ તેની સાથે બે શખ્સો ઇકો કારમાં તેમના ઘરે આવ્યાં હતાં. જે પૈકી એક શખ્સે પોતાનું નામ મહેશ પરમાર હોવાનું તેમજ તે વેડચ પોલીસ સ્ટેશનમાંથી આવ્યો હોવાનું જણાવ્યું હતું. તેણે ટીનાને ઉઠાડી તેણે મોબાઇલ ચોરી કરી હોવાનું પરીવારને જણાવી તેમણે ટીનાને બળજબરીથી કારમાં બેસાડી દીધો હતો.

જોકે, ભીખીબેને પણ કારમાં બેસી જતાં ઇમરાન ઇકબાલ પઠાણે તેમને જણાવ્યું હતું કે, માસી તમારા છોકરાને કાંઇ થશે નહીં, સવારે પાછો આવી જશે. જોકે, તે પરત નહીં આવતાં તેમણે ભીખીબેને વેડચ પોલીસ મથકે તપાસ કરતાં ત્યાં મહેશ પરમાર નામનો કોઇ પોલીસકર્મી કામ જ કરતો ન હોવાનું જણાયું હતું.

ઇમરાનને તે બાબતે પુછપછતાં તેણે જણાવ્યું હતું કે, તેમનો પુત્ર ટીનો વેડચ જતાં રસ્તામાં જ ક્યાંક ભાગી ગયો હતો. તેઓ તેને શોધે છે. જે બાદ પણ અત્યાર સુધીમાં ટીનાનો કોઇ પત્તો લાગ્યો ન હતો. સમગ્ર ઘટનાક્રમને લઇને તેમના પુત્રનું અપહરણ થયું હોવાનું લાગતાં તેમણે આખરે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...