આક્રોશ:સરકારી ભરતી માટે યોજાતી પરીક્ષાના પેપર લીક થતા AAPનો ભારે આક્રોશ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચમાં આપ યુથ વિંગે કલેક્ટરને આવેદન આપ્યું

ભરૂચ ખાતે બુધવારના રોજ આપ યુથ વિંગ-ગુજરાતના આગેવાનો અને સભ્યોએ સરકાર દ્વારા લેવાયેલી હેડક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિ સામે પગલાં લઇને ભવિષ્યમાં આવતી પરીક્ષાઓમાં સુચારુ આયોજન ગોઠવવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ,ગુજરાત સરકારમાં ખાલી પડેલી વિવિધ જગ્યાઓ પર સરકાર દ્વારા સમયાંતરે પરીક્ષાઓ લઈને વિવિધ ભરતીઓ થાય છે.

આ પરીક્ષાઓ સાથે ગુજરાતના 10 થી 15 લાખ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો જોડાયેલા છે ત્યારે આ પરીક્ષામાં પારદર્શકતા જળવાય એ ખૂબ જ જરુરી છે. હાલમાંજ 12 મી નવેમ્બરના રોજ લેવાયેલી હેડક્લાર્કની પરીક્ષામાં પણ અગાઉની પરીક્ષાની માફક પેપર લીક થયું હતું.

અન્ય સમાચારો પણ છે...