તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદાસ્પદ નિવેદન:AAPના પ્રદેશ પ્રમુખનો વાણીવિલાસ, ભાજપના ધારાસભ્યોને ગુંડા ગણાવ્યા

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યએ ત્રાલસા ગામના યુવાનોને રાત્રે ધમકી આપી બસમાં પ્રવાસે મોકલી દીધા : ગોપાલ ઈટાલીયા
  • આમ આદમી પાર્ટી ગુજરાતમાં સત્તા મેળવવા માટે આવા વાણી વિલાસ કરે તે અયોગ્ય : અરૂણસિંહ રણા

આમ આદમીની જનસંવેદના યાત્રા અનેક તાલુકાઓમાં ફરીને કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવીને લોકો સંપર્ક કરી રહી છે.ત્યારે સોમવારે બપોરના આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયા અને કાર્યકરો ભરૂચ જિલ્લાના ત્રાલસા ગામે કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવા પહોંચી હતી.પરંતુ ગામ ખાલી જોઈ ચોંકી ઉઠી હતી.

ગામમાં સન્નાટા વચ્ચે તમામ ઘરો બંધ અને શેરીઓ ઉજ્જડ ભાસતી હતી.AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયાએ સુમસામ ત્રાલસા ગામનો આ નજારો જોઈ તેના માટે વાગરા BJP ધારાસભ્ય અરૂણસિંહ રણાને જવાબદાર ગણાવ્યા હતા. આમ આદમી પાર્ટી વાગરા વિધાનસભા મત વિસ્તારના ગામે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ - બેસણું કરવા આવી છે ત્યારે ભાજપના વાગરાના ગુંડા અને અસામાજિક ધારાસભ્યએ ગામના 200થી 300 યુવાનોને ડરાવી-ધમકાવી બે બસ ભરીને પ્રવાસે મોકલી આપવાનો ગંભીર અને ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો.

ગોપાલ ઇટાલિયાએ આટલેથી નહિ અટકી કહ્યું હતું કે, AAP નો ભાજપ સરકારની કોરોના કાળમાં નિષ્ફળતા દરમિયાન મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અને બેસણાનો કાર્યક્રમ કરી રહી છે.ત્યારે ભાજપના ગુંડા ધારાસભ્યએ આખું ગામ ખાલી કરાવી દીધું છે અને બેસણાનો કાર્યક્રમ બંધ રખાવ્યો છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં કોઈ ચૂંટણી નથી કે અમે ચૂંટણી પ્રચાર કરવા આવ્યા હોઈએ.આજે ચૂંટણીની કોઈ અમે ચર્ચા કરવા પણ અહીં આવ્યા નથી.

ભાજપ અને કોંગ્રેસની મિલીભગતથી પ્રજાના પ્રશ્નો હલ થતા ન હોવાના આક્ષેપો
ભરૂચ ખાતે આમ આદમી પાર્ટી નો જન સંવેદના મુલાકાત કાર્યક્રમમાં ઉપસ્થિત ઈશુદાન ગઢવીએ ભાજપ અને કોંગ્રેસ પર નિશાન તાકતાં આક્ષેપ કર્યો હતો કે,બન્નેની મિલીભગતના કારણે પ્રજાજનોના પ્રશ્નો હલ થતા નથી.

આપ બોખલાઈ ગયું છેઃ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
ભાજપ-કોંગ્રેસ મિલીભગતના નિવેદન સામે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ ભાજપના ધારાસભ્ય અંગે કરાયેલા નિવેદનને વખોડયું હતું અને જણાવ્યુ હતું કે, આમ આદમી પાર્ટી બોખલાય ગઈ છે,

સરમુખત્યારશાહી કે હિટલરશાહી અમારા લોહીમાં નથી
આપ અધ્યક્ષનો વાણી વિલાસ દુઃખદ, ભાજપ સૌનો સાથ સૌનો વિકાસને વરેલું છે. આપના અધ્યક્ષે જે વાણી વિલાસ કર્યો છે તે દુખદ છે. ભાજપ સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે કામ કરે છે. સરમુખત્યાર શાહી કે હિટલર શાહી અમારા લોહીમાં નહિ. લોકશાહીમાં ગંદી રાજનીતિ કરી કોઈને રોકવાનું કામ અમારું નહિ.આપ સત્તા મેળવવા આવો વાણી વિલાસ કરે તે અયોગ્ય. > અરૂણસિંહ રણા,ધારાસભ્ય,વાગરા.

અન્ય સમાચારો પણ છે...