વિરોધ:આધાર- ચૂંટણી, રેશનકાર્ડમાં કેવડિયાના બદલે એકતાનગરનો ઉલ્લેખ કરાતાં રોષ

કેવડિયા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગરુડેશ્વર મામલતદારને કેવડિયાના ગ્રામજનોએ આવેદન આપ્યું, ગ્રામપંચાયતની કોઈ મંજૂરી ન હોવાની રાવ

કેવડિયા ગામનું નામ હવે એકતાનગર કરવામાં આવ્યું છે ત્યારે જેનો વિરોધ ફરી ઉઠ્યો છે, સ્થાનિકોએ મામલતદાર ગરુડેશ્વરને આવેદન પત્ર આપી રજૂઆત કરી કે કેવડિયા ગામના સ્થાનિક લોકોનાં અને ખાસ કરીને નોકરી કરતા કર્મચારીઓનાં પુરાવા જેવા કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને રાશનકાર્ડમાં કેવડીયાની જગ્યાએ એકતા નગર નામ દાખલ કરવા માટે ખોટી રીતે ફેરફાર કરવાની જે ગતિવિધિ ચાલી રહી છે તેને તાત્કાલિક ધોરણે અટકાવી બંધ કરવામાં આવે જેવી માંગ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કેવડિયા ગામનું નામ બદલીને એકતા નગર રાખવામાં આવ્યું જે પ્રધાનમંત્રી નરેદ્ર મોદીની ઈચ્છા હતી. જે મુજબ રાજ્ય સરકારે તેના નામ કારણની કાર્યવાહી કરી પહેલા રેલવેસ્ટેશનનું નામ બદલાયું બાદમાં રોડ રસ્તા પ્રજેકટો પાર નામ બદલાયા હવે જે ભારતીય નાગરિકતા ના મહારવાના ડોક્યુમેન્ટ છે, જેવાકે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને રાશનકાર્ડમાં કેવડીયાની જગ્યાએ એકતા નગર નામ દાખલ કરવા માટે કામગીરી ચાલી રહી છે.

ગામમાં BLO શિક્ષક દ્વારા જે ઘરે ઘરે જઈને જરૂરી પુરવાઓમાં ફેરફાર કરવા માટે આવે છે. નવા કોઈપણ આધારકાર્ડ કે ચૂંટણી કાર્ડ રાશનકાર્ડ કાઢાવે તેમાં નવા નામ તરીકે એકતા નગર જ આવે છે. એટલે કેવડિયા ગ્રામજનો ના ધ્યાને આવતા હાલમાં ચાલતી કાર્યવાહીનો કેવડિયા ગ્રામજનો સખ્ત શબ્દોમાં વિરોધ કરે છે. આ પ્રવૃત્તિ બંધ થવા માંગણી કરી ઉગ્ર આંદોલનની ચીમકી આપી રહ્યા છે.

માત્ર રેલવે સ્ટેશન માટે જ નામની મંજૂરીનો ઠરાવ થયો હતો
અમે વર્ષોથી ચાલતી આવતી અમારી રૂઢી પરંપરા,પ્રણાલી,સંસ્કૃતિ અને જે રીત-રિવાજથી જીવી રહ્યા છે તેમાંજ અમે ખુશ છે. ટૂંકમાં અમે કોઇ પણ પ્રકારનો સુધારો ઇચ્છતા નથી. કોઠી (કેવડીયા) ગૃપ ગ્રામ પંચાયત દ્વારા રેલ્વેસ્ટેશનનાં નામકરણ પૂરતો જ ઠરાવ કરવામાં આવ્યો છે. કોઠી (કેવડીયા) ગૃપ પંચાયત દ્વારા પેસા એક્ટ મુજબ ગ્રામ સભામાં સર્વ સમંતિથી એક્તા નગરમાં સમાવેશ કરવામાં અને દસ્તાવેજ પુરાવાઓમાં ફેરફાર કરવા માટે અસહમતી દર્શાવી ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.છતાં કોઈ આધિકારી માનવા તૈયાર નથી અમે ઉગ્ર વિરોધ નોંધાવી આ બધું બંધ થવું જોઈએ. - નરેદ્ર તડવી, કેવડિયા ગામ.

અન્ય સમાચારો પણ છે...