ક્રાઇમ:ફટાકડાના તણખાથી થરમોકોલનું ખોખું સળગી જતાં યુવાનની હત્યા

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આમોદના માતર ગામે બનેલી ઘટના : યુવાનને ઢોર માર મરાયો હતો

આમોદના માતર ગામે નવીનગરી વિસ્તારમાં રહેતી મંજુલા રામા વસાવાના જેઠ-જેઠાણીના દેહાંત બાદ એકલો રહેતો તેમનો ભત્રીજો જગદિશ જીવણ વસાવા તેના ઘરની સામે ફટાકડાં ફોડી રહ્યો હતો. દરમિયાનમાં ફટાકડાના તણખલો ઉડીને નજીક રહેતાં નુરઝા મહંમદ પટેલના ઘર પર મુકેલાં થર્મોકોલ પર પડતાં થર્મોકોલ સળગવા લાગ્યું હતું. જેના પગલે ફૈઝલ મહંમદ કાળા વોરા પટેલે જગદિશ સાથે ઝઘડો કર્યો હતો. તેણે તેનું ગળુ પકડી બે-ચાર તમાચા મારી દીધાં હતાં. તેમજ ફેંટો મારી રહ્યો હતો. જેથી મંજુલા તેમજ તેની ભત્રીજી તેને છોડાવવા વચ્ચે પડ્યાં હતાં.

જોકે, ફૈઝલે અપશબ્દો ઉચ્ચારી આગથી મારૂ ઘર સળગી જાત તો તેમ કહીં આવેેશમાં આવી જગદીશની છાતીમાં, પેટમાં તેમજ પેડુના ભાગે ઢીકો અને લાતો મારી ઇજાઓ પહોંચાડી હતી. જોકે, તેને સમજાવી બન્નેને છુટા પાડી જગદીશને તે રોજ જે ઓટલી પર સુતો હતો. ત્યાં તેેને સુવડાવી દીધો હતો.

દરમિયાનમાં સવારે 9 વાગ્યે નજીકમાં રહેતાં અમરસંગે મંજુલાને આવીને જણાવ્યું હતું કે જગદીશ કાંઇ બોલતો નથી. જેથી તેઓએ ત્યાં જઇ જોતાં તેનાથી બોલાતું ન હોવા સાથે તે ઉંડા શ્વાસ લેતો હતો. તેમજ તેનાથી ઉભુ પણ થવાતું ન હતું. જેથી તેને પાણી પીવડાવી પુન: સુવડાવી દીધો હતો. જે બાદ બપોરે બારેક વાગ્યે તેને જોવા જતાં તે મરણ ગયાનું માલુમ પડ્યું હતું. ઘટનાને પગલે તેમણે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...