તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:બિહારથી ભાગીને આવેલી યુવતીનો ભરૂચમાં તેના પરિવાર સાથે મિલાપ

ભરૂચ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે યુવતીનું કાઉન્સિલિંગ કરીને માહિતી મેળવી

ભરૂચ સિવિલ હોસ્પિટલના સંકુલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા શ્રી બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ-મહેસાણા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે. અહીંયા આવતી મહિલાઓને આશ્રય, કાઉન્સિલિંગ,તબીબી સહાય,પોલીસ સહાય અને કાયદાકીય સહાય પુરી પાડવામાં આવે છે. 21 નવેમ્બરના રોજ 181 મહિલા હેલ્પલાઇનને કોઈ અજાણી મહિલા ફરતી હોવાનો કોલ આવતા 181 ની ટીમે સ્થળ ઉપર પહોંચીને યુવતીને સખી વન સ્ટોપ સેન્ટર આશ્રય અને કાઉન્સિલિંગ માટે લાવવામાં આવી હતી.આ યુવતીનું અહીંયાના સ્ટાફે તેનું કાઉન્સિલીંગ કરતા તેણે જણાવ્યું હતું કે, તે બિહાર રાજ્યના મુઝફ્ફરપૂર જિલ્લાની રહેવાસી છે, ઓક્ટોમ્બર મહિનામાં કોઈ અગમ્ય કારણોસર તેના ઘરનાને કઈ પણ કહ્યા વગર ટ્રેન મારફતે ગુજરાતના ભરૂચમાં આવી પહોંચી હતી.સખી સ્ટોપ સેન્ટરની ટીમને યુવતી અને માહિતી મળતા તેમણે પોલીસની મદદ મેળવી અને મુઝફ્ફરપૂર જિલ્લામાં તેના પરિવારની શોધખોળ ચાલુ કરી હતી.હાલની પરિસ્થિતિ જોતા તેને લેવા સમય લાગે તેમ હોવાથી તેને ત્યાં રાખવા કહ્યું હતું.ત્યાર બાદ તેના પિતા તેને લેવા આવતા સંસ્થાએ યુવતીને તેના પિતા જોડે સુખદ મિલાપ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો