તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:રોંગ સાઇડે આવીને બાઇક ચાલકે બાઇકને ટક્કર મારતાં યુવકનું મોત

ભરૂચ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વાલિયાના સિલુડી ચોકડી પાસે થયેલો અકસ્માત

વાલિયાનો યુવાન બાઇક પર નોકરીએથી ઘરે જઇ રહ્યો હતો. તે વેળાં સિલુડી ચોકડી પાસે અન્ય એક બાઇક ચાલકે તેમને ટક્કર મારતાં તેનું સારવાર વેળાં મોત નીપજ્યું હતું.

વાલિયાના શાંતીનગર વિસ્તારમાં રહેતાં ભુપેન્દ્રસિંહ ગણપતસિંહ સુરતિયાનો પુત્ર મહાવીરસિંહ ગોદરેજ કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરતો હતો. ગઇકાલે તે બપોરે બે વાગ્યે નોકરીએ ગયો હતો જે બાદ રાત્રીના સાડા દશ વાગ્યાના અરસામાં તેના મોબાઇલ પરથી અન્ય કોઇ શખ્સે તેમને ફોન કરી જણાવ્યું હતું કે, તેમના પુત્રનું અકસ્માત થયું છે. સિલુડી ચોકડી પાસે અન્ય એક બાઇક ચાલકે તેની બાઇક રોંગ સાઇડમાં લાવી તેમને અકસ્માત સર્જ્યો હતો. જેમાં મહાવિરને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને વાલિયાની સીએચસી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેમની હાલત વધુ ગંભીર જણાતાં તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.જ્યાં તબીબે તેનું મોત થયું હોવાનું જણાવતાં વાલિયા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો