તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ટ્રકમાં ચઢવા જતાં પગ લપસ્યો યુવાનનું ચકદાઇ જવાથી મોત

ભરૂચ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દહેજ નજીક આવેલા જોલવા ગામ પાસે બનેલો બનાવ
  • દહેજ પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

ભરૂચ તાલુકાના હિંગલોટ ગામનો શખ્સ જોલવા ગામ પાસે ચાલુ ટ્રકમાં ચઢવા જતાં તેમનો પગ લપસી જતાં ટ્રકના આગળના ટાયર નીચે આવી ગયાં હતાં. તેમનું ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે દહેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ તાલુકામાં આવેલાં હિંગલોટ ગામના મહમદ તલહા ઐયુબ પટેલે દહેજ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ દહેજ પાસેના જોલવા ગામ એસઆરએફ કંપનીમાં નોકરીએ જવા વાહનની રાહ જોઇ રહ્યાં હતાં. તે વેળાં એક ટ્રકને લિફ્ટ માટે હાથ ધરતાં ટ્રક ચાલકે ટ્રક ધીમી કરતાં તેમના ગામના મુન્નવર મુસા પટેલ ટ્રકમાં ચઢવા જતાં કોઇ કારણસર તેમનો પગ સ્લીપ થઇ જતાં તેઓ જમીન પર પટકાયાં હતાં. દરમિયાનમાં ટ્રકનું આગળનું ટાયર તેમના બન્ને પગ પરથી ફરી વળતાં તેમને ગંભીર ઇજાઓ થતાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબે તેમનું પરિક્ષણ કરતાં તેમનું મોત થયું હોવાનું માલુમ પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...