ક્રાઇમ:જંબુસરમાં રૂ 500 માટે યુવક પર ચપ્પુથી હૂમલો

ભરૂચ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એસટી ડેપોમાં બોલાવી જાહેરમાં ચપ્પુ હુલાવ્યું
  • તાલુકા પોલીસે હુમલાખોરની શોધખોળ હાથ ધરી

ભરૂચ જિલ્લામાં અનલોક બાદ કાયદો અને વ્યવસ્થાના જાણે કે ધજાગરા ઉડી રહ્યાં હોય તેમ એક બાદ એક હત્યા સહિતની ક્રાઈમની ઘટનાઓ સામે આવી રહી છે. જેથી શુક્રવારે પોલીસ વિભાગ જાણે દોડતું રહ્યું હતું. જિલ્લામાં જાણે કે પોલીસનો ખોફ જ ન રહ્યો હોય તેમ ગુનેગારો ગુનાની ઘટનાઓને અંજામ આપતા અચકાતા ન હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. શુક્રવારે જંબુસર એસ.ટી. ડેપોમાં ભર બપોરે એક યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ એક ઘટનાનું પગેરું શોધે ત્યાંતો બીજી ઘટના સામે આવી રહી હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન છેલ્લા કેટલાય દીવસોથી સામે આવી રહ્યા છે, જ્યાં હત્યા જેવા બનાવોનો ગ્રાફ છેલ્લા એક માસમાં વધી ગયું હોય તેમ લાગી રહ્યું છે. શુક્રવારે હત્યાની ઘટનાઓ પણ સામે આવી હતી.

જંબુસરમાં રહેતા શહીદ સાજીદ ખલીફા નામના યુવકના પેટમાં ચપ્પુ મારીને હુમલાખોર ફરાર થઈ ગયો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે, હુમલાખોર માત્ર 500 રૂપિયાની લેવડદેવડ અર્થે શાહિદ સાજીદ ખલીફા સાથે ઝઘડો કર્યો હતો. અને એસ. ટી ડેપોમાં ભર બપોરે જાહેરમાં પેટમાં ચપ્પુ મારી દેતાં ઇજા થઈ હતી. જેને જંબુસર રેફરલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હુમલો કરનાર ઈસમ ફરાર થયો હતો. જેની જંબુસર તાલુકા પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરી દેવામાં આવી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...