તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • A Young Man From Bharuch Who Grabbed ₹ 43 Lakh From Mumbai In The Name Of Admission In Post Graduation PG After MBBS. Arrest Of Dean And His Punter

યુવાન સાથે ઠગાઇ:ભરૂચના યુવાનને MBBS પછી પોસ્ટ ગ્રેજ્યુએશન PGમાં એડમિશનના નામે ₹43 લાખ પડાવી લેનાર મુંબઈના ડે. ડીન અને તેના પન્ટરની ધરપકડ

ભરૂચ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • PG માં એડમિશનના બહાને ભરૂચના યુવાન સાથે ઠગાઇની માર્ચમાં બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ હતી
 • મુંબઈ કોર્પોરેશનની સાયન લોકમાન્ય તિલક હોસ્પિટલ & મેડિકલ કોલેજના ડીન સાથે વાત કરાવી ટોળકી એ ₹60 લાખ કીધા હતા
 • આંગડિયા અને RTGS થી રોકડા આપ્યા બાદ ડેપ્યુટી ડીન ને સસ્પેન્ડ કર્યાનું અને કોઈ એડમિશન નહિ આપ્યું હોવાનું ખેલ્યું હતું
 • ભરૂચ પોલીસે બન્ને આરોપીઓનો આર્થર રોડ જેલમાંથી કબજો મેળવ્યો
 • ટોળકીએ મેડિકલમાં પ્રવેશના ઓથા હેઠળ 8 થી 10 લોકોને દેશમાં ઠગ્યા હોવાના મામલા દર્જ

ભરૂચના MBBS થયેલા યુવાનને પોસ્ટ ગ્રેજ્યુએટ (MS કે MD) માટે મુંબઈ કોર્પોરેશનની સાયન હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજમાં એડમિશનના નામે મુન્નાભાઈઓની ટોળકીએ મામુ બનાવી ₹43 લાખ પડાવી લીધા હોવાની ઘટના ભરૂચ પોલીસે મુંબઈ સાયન હોસ્પિટલના પૂર્વ ડે. ડીન સહિત તેના પન્ટરની ધરપકડ કરી છે.

ભરૂચની ભજ્જુવાલા સોસાયટીમાં રહેતાં અને નિવૃત્ત જીવન ગુજારતાં આદમ વલી પટેલના પુત્ર મોહસિને MBBSનો અભ્યાસ પુર્ણ કર્યાં બાદ તે પોસ્ટ ગ્રેજ્યુએશનની તૈયારીઓ કરી રહ્યો હતો. દરમિયાનમાં ગત વર્ષ જૂલાઇ મહિનામાં એક શખ્સ તેમના મોબાઇલ પર ફોન કરી પોતાની રિતમ શર્મા તરીકેની ઓળખ આપી તેમની સાથે વાત કરી હતી.

આદમભાઈ ને જણાવ્યું હતું કે, તેમના પુત્ર મોહસીનનું મુંબઇ મહા નગરપાલિકામાં સાયન હોસ્પિટડ ઇન સર્વિસ કોટામાં એડમિશન કરાવી આપી શકે છે. સાયન લોકમાન્ય તિલક હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજના ડીન સાથે તેઓ વાત કરાવી શકે છે. તેમ વાતોમાં ભોળવતાં તેઓ પરિવાર સાથે મુંબઇ ગયાં હતાં. જ્યાં ડો. રાકેશ વર્મા, લવકુમાર ગુપ્તા, વિશાલ રાદરિયા, મુકેશ મિશ્રા, આદિત્ય અને સાગર નામના શખ્સોને હોસ્પિટલના ડેપ્યુટી ડીન તેમજ હોસ્પિટલના અલગ અલગ કર્મચારીઓ તરીકે ઓળખ કરાવી હતી.

પહેલાં ₹60 લાખમાં અને બાદમાં ₹43 લાખમાં એડમિશન આપવાનું ફાઇનલ કર્યું હતું. જેના પગલે તેઓએ તબક્કાવાર રીતે તેમને આંગડિયામાંથી તેમજ RTGS થી તમામ રૂપિયા ચુકવ્યાં હતાં. જોકે, બાદમાં ડપ્યુટી ડીન તરીકે મળેલાં રાકેશ વર્માને સસ્પેન્ડ કર્યાં હોવાનું તેમજ હોસ્પિટલે આ પ્રકારનું કોઇ એડમિશન આપ્યું ન હોવાનું માલુમ પડતાં તેમની સાથે ઠગાઇ થઇ હોવાનું જણાયું હતું. જેના પગલે આદમભાઈ એ આખરે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે માર્ચ મહિનામાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દરમિયાન મુંબઈની આર્થર રોડ જેલમાંથી મેડિકલમાં PG માટે પ્રવેશ અપાવવાના બહાને રેકેટ ચલાવતા ઝડપાયેલા હકાલ પટ્ટી કરાયેલા ડેપ્યુટી ડીન ડો. રાકેશ રામનારાયણ વર્મા રહે. ડોકટર ક્વાટર્સ, નારાયણ હોસ્પિટલ મુંબઈ સેન્ટ્રલ મૂળ રહે. ઇન્દોર, MP અને તેના પન્ટર લવ અવધકિશોર ગુપ્તા રહે. ખારગર, નવી મુંબઈ મૂળ રહે. જયપુર, રાજસ્થાનનો ભરૂચ પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

ઓછા રેન્કિંગ અને ખાલી રહેલી મેડિકલની બેઠકો ઉપર ખેલાતો ખેલ

ભરૂચ ASP વિકાસ સુંડાએ જણાવ્યું હતું કે, મેડિકલમાં પ્રવેશના નામે આ ટોળકી ઓછા રેન્કિંગવાળા સ્ટુડન્ટને શિકાર બનાવતી હતી. બેઠકો ભરાઈ ગયા બાદ જે તે કોલેજની ખાલી રહેલી બેઠકો ઉપર પ્રવેશના નામે ખેલ ખેલાતો હતો. દેશભરમાં ટોળકી સામે મેડિકલમાં પ્રવેશના નામે લાખોની ઠગાઈ કરાયાના 8 થી 10 ગુના નોંધાયેલા છે. ગેંગના કેટલાક સભ્યો વોન્ટેડ છે તો કેટલાક હાલ જેલમાં છે.

અન્ય સમાચારો પણ છે...