ઝઘડિયા તાલુકાના જેસપોર ગામ નજીક અન્ય બાઈકને ઓવરટેક કરવા જતા બાઈક સવાર બે યુવાનોને અકસ્માત નડતા એક યુવાનનું ભરૂચ ખાતે ટૂંકી સારવાર બાદ કરુણ મોત નીપજ્યું હતું.
ઝઘડિયા તાલુકાના પીપલપાન કંપની ખાતે રહેતા દેવન મણીલાલ વસાવાનો પુત્ર દેવેન્દ્ર વસાવા અને ફળિયામાં રહેતો રોશન અરવિંદ વસાવા તેના બનેવીની બાઈક નંબર-જી.જે.16.ડી.ડી. 4344 લઇ નેત્રંગ ખાતે ગયા હતા ત્યાંથી પરત ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન ઝઘડિયા તાલુકાના જેસપોર ગામ નજીક અન્ય બાઈકને ઓવરટેક કરવા જતા બાઈક સવાર બે યુવાનોને અકસ્માત સર્જાતા દેવેન્દ્ર વસાવાને ગંભીર ઈજાઓ પહોંચતા તેને પ્રથમ નેત્રંગ આરોગ્ય કેન્દ્ર બાદ વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો અકસ્માત અંગે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.