દુર્ઘટના:સરભાણ રોડ પર બાઇક સ્લીપ થઇ જતાં ઘવાયેલાં યુવાનનું મોત

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઇજાગ્રસ્તને સયાજીમાં ખસેડાયો હતો, આમોદ પોલીસે ગુનો નોંધ્યો

આમોદના સરભાણ ગામે યુવાન બાઇક પર સરભાણથી આમોદ જઇ રહ્યો હતો. દરમિયાનમાં ગામના નાળા પાસે જ બાઇક પલટી જતાં તેને ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર માટે આમોદ આરોગ્ય કેન્દ્ર બાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેનું 4 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું હતું.

સરભાણ ગામે રહેતાં જયંતીભાઇ ભિખાભાઇ મારવાડીનો ભત્રીજો રાહૂલ ચંદ્રકાંત મારવાડી ગત 12મી ડિસેમ્બરના રોજ કામ અર્થે બાઇક લઇને આમોદ જઇ રહ્યો હતો. દરમિયાનમાં ગામના નાળા પાસેથી પસાર થતાં સમયે તેનું કોઇ કારણસર સ્ટીયરિંગ પર કાબુ નહીં રહેતાં તેની બાઇક સ્લીપ થઇ જતાં તેને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જે બાદ તેનું ગુરૂવારે 16મી ડિસેમ્બરે સારવાર વેળાં મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...