તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોત:હાલુ ગામમાં મસ્જિદમાં કાચ તોડતાં ઘવાયેલા યુવકનું મોત

ભરૂચ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માનસિક સંતુલન ગુમાવતાં યુવકે કાચ તોડ્યા હતા

ભરૂચના વ્હાલુ ગામે મસ્જિદમાં માનસિક સંતુલન ગુમાવી દેનાર યુવાન બારીના કાચ તોડવા લાગ્યો હતો. જોકે યુવાનને ગંભીર ઈજા પહોંચતાં તેનું મોત નિપજ્યું હતું.

ભરૂચ તાલુકાના વ્હાલું ગામ ખાતેની મસ્જીદમાં ભરૂચ શહેરનાં ધોબી તળાવ વિસ્તારમાં રહેતા જુનેદ ફિરોજભાઈ પઠાણ નામનો એક યુવક ગયો હતો તે દરમિયાન અચાનક જ તેણે મગજ પરનું સંતુલન ગુમાવી દઈ મસ્જીદની બારીઓનાં કાચ તોડવા લાગ્યો હતો.કાચ તૂટતા હાથના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને સ્થાનિકોની મદદથી તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ ભરૂછ તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવકના મોત પાછળનું સાચું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો