દુર્ઘટના:શેરપુરા રોડ પર વાહનની ટક્કરે શ્રમિક મહિલાનું મોત

ભરૂચ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહિલા નજીકના કોમ્પ્લેક્ષમાં સફાઈ કામે જતી હતી
  • અકસ્માત સર્જી વાહન ચાલક સ્થળેથી નાસી છુટ્યો

ભરૂચ શહેરના અયોધ્યાનગર સોસાયટીમાં અરવિંદ હપુરામ સીંગલા પરિવાર સાથે રહીને ટાઈલ્સ ફીટીંગનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.જયારે તેમના પત્ની અનિતા સીંગલા દહેજ બાયપાસ રોડ પર આવેલા શિલ્પી સ્કેવરમાં સફાઈની કામગીરી કરવા જાય છે.અનિતાબેન રાબેતા મુજબ સવારે 8:30 વાગે પોતાના કામ અર્થે નીકળ્યા હતા.

ત્યારે સવારે 9:30 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા વાહન ચાલકે અનિતાબેનને અડફેટેમાં લેતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં અનિતાબેનને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તેમના સાથી બહેનોએ તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.

ત્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.બનાવ અનિતાબેનના પતિ અરવિંદ સીંગલાએ અજણ્યા વાહન ચાલાક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...