અકસ્માત:અજાણ્યા વાહને ટક્કર મારતાં ચાલતાં જઇ રહેલાં કર્મીનું મોત

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દહેજ જીઆઇડીસીની અક્ષર કેમ્પ કંપની પાસે બનેલી ઘટના

દહેજ નજીક જોલવા ગામ નજીકના અક્ષર કેમ્પ કંપની પાસેથી સાંજના સમયે એક કર્મચારી ચાલતો જઇ રહ્યો હતો. તે વેળાં અજાણ્યા વાહને તેને ટક્કર મારતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી. જોલવા ગામ પાસે આવેલાં પેટ્રોલ પંપની પાછળ આવેલી લેબર કોલોનીમાં રહેતો ઉપેન્દ્ર રાજદેવ કુસ્વાહા છેલ્લાં 10 દિવસથી અક્ષર કેમ્પ કંપનીમાં નોકરી કરે છે. તેની સાથે રૂમમાં તેના ગામનો મિત્ર યોગેન્દ્ર ગોપીચંદ કુસ્વાહા તેમજ હરેન્દ્ર ગીરી સાથે રહેતો હતો. તેઓ ત્રણેય નિત્યક્રમ મુજબ જોલવા ગામની અક્ષર કેમ્પ કંપનીમાં નોકરીએ ગયાં હતાં. નોકરીએથી છુટ્યાં બાદ તેઓ તેમના રૂમ પર જઇ રહ્યાં હતાં.

તે વેળાં યોગેન્દ્રએ તેમને તે બાથરુમ જઇને આવે છે તેમ કહેતાં ઉપેન્દ્ર અને હરેન્દ્રગીરી તેમના રૂમ પર જતાં રહ્યાં હતાં. થોડીવારમાં જ તેમની રૂમની બાજુમાં રહેતાં અમિતે આવી જણાવ્યું હતું કે, યોગેન્દ્રનું કંપનીના ગેટની સામે એક્સિડન્ટ થયું છે. જેના પગલે તેઓ સ્થળ પર પહોંચતાં યોગેન્દ્રને ગંભીર ઇજાઓ થઇ હોવાનું જણાયું હતું. તેમણે તુરંત 108ની મદદથી તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તબીબે તેનું પરિક્ષણ કરતાં તેનું મોત થયું હોવાનું માલુમ પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...