ચકચાર:શિક્ષકની ગેરહાજરીમાં રસોઇ કરતી મહિલા વર્ગખંડ શિક્ષિકા બની જાય છે

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચની લાલબજાર મિશ્ર શાળામાં શિક્ષકોની ઘટથી સમજોતા એકસપ્રેસ ચાલી રહ્યો છે

ભરૂચ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં શિક્ષકોની ઘટના કારણે મધ્યાહન ભોજનના કર્મચારીઓના હવાલે શાળાઓ ચાલતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરની લાલબજાર મિશ્ર શાળામાં ફરજ પર હાજર એક માત્ર શિક્ષક કામ અર્થે બહાર જતાં મધ્યાહન ભોજનની મહિલા બાળકોને ભણાવતી હોવાનું બહાર આવ્યું છે.ભરૂચ શહેરમાં તાજેતરમાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.

શાળામાં નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને અધિકારીઓ તથા પદાધિકારીઓના હસ્તે આવકારવામાં આવ્યાં હતાં પણ શાળામાં પુરતા પ્રમાણમાં શિક્ષકો અને સુવિધાઓ છે કે કેમ તે જાણવાની તસ્દી કોઇએ લીધી ન હોય તેમ લાગી રહયું છે. ભરૂચ શહેરની લાલબજાર મિશ્ર શાળામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. આ શાળામાં ધોરણ 1 થી 5ના વર્ગોમાં 50 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. દરેક વર્ગમાં એક શિક્ષક હોવાના બદલે આ શાળામાં માત્ર એક જ શિક્ષક છે. આ શિક્ષક પોતાનું કામ હોય ત્યારે મધ્યાહન ભોજન બનાવવા માટે આવતાં બહેનને શાળા સોંપીને ચાલ્યાં જાય છે. આમ શાળામાં શિક્ષકની ગેરહાજરીમાં રસોઇયણ બહેન શિક્ષિકા બની જાય છે.

26 સમિતિ સંચાલિત શાળાઓ 17 શાળાઓ હાલ કાર્યરત 2,400 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે 100 શિક્ષકોના મહેકમની ફાળવણી 80 શિક્ષકો હાલ ફરજ પર આવે છે 20 શિક્ષકોની ઘટ વર્તાય રહી છે

નવી ભરતી માટેની કાર્યવાહી ચાલી રહી છે
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિમાં બાળકોની સંખ્યાના આધારે શિક્ષકોની ફાળવણી કરવામાં આવે છે. સમિતિ હાલ 17 જેટલી શાળાઓનું સંચાલન કરે છે અને તેમાં નિયમિત શિક્ષકોની સાથે પ્રવાસી શિક્ષકો કામ કરતાં હોય છે. વેકેશનમાં પ્રવાસી શિક્ષકોને રજા હોવાથી ઘટ વર્તાઇ રહી છે પણ ટુંક સમયમાં તેમને હાજર થવાના ઓર્ડર થઇ જશે. - ઇન્દિરાબેન રાજ, ચેરપર્સન, શિક્ષણ સમિતિ

અન્ય સમાચારો પણ છે...