તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખી પરંપરા:આદિવાસી પંથકમાં અનોખી પરંપરા દિવાળીની દીવી સળગાવીને ઉજવણી

ભરૂચ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોળી સળગાવીને રોગચાળાથી, નકારાત્મ વિચારોથી મુકિત મળે તેવી પ્રાર્થના કરવાનો રિવાજ છે

દિવાળીના દિવસે લોકોએ દિવસભર ખરીદી કરી અને દક્ષિણ ગુજરાત સહિતના આદિવાસી વિસ્તારોમાં પરંપરા મુજબ દિવાળીની દીવી સળગાવીને ઉજવણી કરી. રાજપીપીળાની આસપાસના ગામડાઓમાં લોકોએ રસોડામાં દીવી સળગાવી સંપૂર્ણ ઘરમાં તેનો ધૂપ કર્યો ત્યાર બાદ દર વર્ષે સળગાવાતી હોળીના સ્થાને દીવીઓ મૂકી હતી. જેથી દિવાળીના દરમિયાન પણ હોળી સળગાવી હોય તેવો માહોલ જામ્યો હતો.

આદિવાસી વિસ્તારોમાં ઘરમાં દીવી (જેમાં પાંચ-છ વાંસના ત્રણ ફૂટના ટૂંકડા) સળગાવીને ઘરને પવિત્ર કરી રોગચાળાથી, નકારાત્મ વિચારો અને શક્તિથી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરવાનો રિવાજ છે. ઉપરાંત દિવાળી ઉજવવાની શરૂઆત ઘરમાં જ ફટાકડા ફોડીને કરે છે.

ભરૂચ-નર્મદા જિલ્લાના લોકોએ કોરોના કાળમાં પણ ઉત્સાહ ભેર પ્રકાશના પર્વની ઉજવણી કરી હતી જોકે દર વર્ષની માફક લોકોએ પોતાના વતન અને સગા-વ્હાલાના ઘરે જઇને ઉજવણી કરવાનું ટાળ્યુ હતુ. ડોક્ટરો અને કેટલાક ઉચ્ચ સરકારી અધિકારીઓએ પોતાની કચેરીમાં જ દિવળી મનાવી હતી. હેલ્થ ક્રાયસિસને કારણે ડોક્ટરોની રજાને મોકૂફ કરાઇ છે. કોરોના વોર્ડમાં દિવાળીની ઉજવણી સાથે જ દર્દીઓમાં પણ નવી ઉર્જા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો