તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • A Unique Tradition In Kerwada Village, The Tradition Of Giving A Bag Of Five Hundred And One Rupees During Dandi Yatra Is Still Maintained By The Villagers.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરંપરા:કેરવાડા ગામે અનોખી પરંપરા, દાંડી યાત્રા દરમિયાન પાંચસૌ એક રૂપિયાની થેલી આપવાની પરંપરા આજે પણ ગ્રામજનોએ ટકાવી રાખી

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કેરવાડાના રહેવાસીઓએ ગાંધીબાપુને પાંચસૌ એક રૂપિયાની થેલી અર્પણ કરી હતી
 • ગ્રામજનોએ પૂર્વજોની પરંપરા જાળવી રાખી

કેરવાડા ગામે દાંડી યાત્રાને લઈ અનોખી પરંપરાગ ચાલી રહી છે. વર્ષ 1930માં જ્યારે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેરવાડા ગામે ગાંધીજીની આગેવાની હેઠળ દાંડીકૂચ આવી પહોંચી ત્યારે કેરવાડાના રહેવાસીઓએ પૂ.બાપુને પાંચસૌ એક રૂપિયાની થેલી અર્પણ કરી હતી.

મયુરધ્વજસિંહ રાણાએ દાંડીયાત્રિકોને પાંચસૌ એક રૂપિયાની થેલી એનાયત કરી

ગાંધીજી પ્રત્યે એવા અહોભાવથી આ રકમ અર્પણ કરી હતી કે દેશના સંઘર્ષના સમયમાં અમે હંમેશા તમારી સાથે છીએ. ગ્રામજનોએ પૂર્વજોની આ પરંપરા જાળવી રાખી હતી. કોઈ પણ સંસ્થા દ્વારા જ્યારે પણ દાંડીયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને દાંડીયાત્રા કેરવાડા પહોંચે છે. ત્યારે પાંચસૌ એક રૂપિયાની થેલી સ્થાનિકો દ્વારા આપવામાં આવે છે. એજ પરંપરા પ્રમાણે આઝાદીનો અમૃત મહોત્સવ 75 વર્ષની ઉજવણી ભાગ રૂપે દાંડીયાત્રા કાઢવામાં આવી છે. તે કેરવાડા પહોચતા ગામના જ મયુરધ્વજસિંહ રાણાએ દાંડીયાત્રિકોને પાંચસૌ એક રૂપિયાની થેલી એનાયત કરી હતી.

વર્ષ 1930ની સાલમાં દાંડીકૂચ દરમિયાન પૂ.ગાંધીજીના પગલાં કેરવાડામાં પડ્યા હતા

તેમણે વરિષ્ઠ પદયાત્રી ગિરીશ ગુપ્તાને આ રકમ અર્પણ કરતાં જણાવ્યું હતું કે, વર્ષ 1930ની સાલમાં દાંડીકૂચ દરમિયાન પૂ.ગાંધીજીના પગલાં કેરવાડામાં પડ્યા હતા. અને દરબારગઢ ખાતે પાંચ મિનિટ ભાષણ કર્યું હતું. એ સમયે અને મારા પરદાદાઓએ તે વખતે પૂ. ગાંધીજીને રૂ. પાંચસૌ એક રૂપિયાની થેલી સ્વિકારવા વિનંતી કરી હતી. જેનો બાપુએ સહર્ષ સ્વિકાર કર્યો હતો. અમે આ પરંપરાને જીવંત રાખી છે એમ જણાવી તેમણે પણ દાંડીયાત્રિકોને સુખદ પદયાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો