તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરી શિક્ષણ:અંકલેશ્વરના શિક્ષકો દ્વારા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માટે શિક્ષાનો અનોખો યજ્ઞ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જે બાળકો પાસે સ્માર્ટ ફોન ન હોય તેવા બાળકોને શેરી શિક્ષણ થકી ભણાવાયા
  • શિક્ષક દ્વારા ફળિયા કે મહોલ્લામાં જઈ અપાય છે શિક્ષણ

જે બાળકો પાસે સ્માર્ટ ફોન નથી તેવા બાળકો માટે શેરી શિક્ષણ શરુ કરવામાં આવ્યું છે. એટલે કે શિક્ષકો ગામના બે ત્રણ ફળિયાની વચ્ચે એક સ્થળે જાય અને ત્યાં 10 થી 15 બાળકોને ભેગા કરી તેઓને ભણાવે છે. સોશિયલ ડીસ્ટન્સ સાથે આવા બાળકોને શિક્ષણ પૂરું પાડવાનું કામ અંકલેશ્વરના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું છે.

બાળકોને ભણાવવા માટે શિક્ષકો દ્વારા અનોખી પહેલ

કોરોના કાળમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ કેટલાય એવા બાળકો છે જેઓના પરિવાર પાસે સ્માર્ટ ફોન નથી અને તેઓને ઓનલાઈન શિક્ષણ અપાઈ શકાતું નથી. આવા બાળકોને ભણાવવા માટે શિક્ષકો દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. સામાન્ય રીતે સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા મજુરી વર્ગ સાથે સંકળાયેલ પરિવારના બાળકો કોરોના કાળ દરમિયાન અભ્યાસથી વંચિત રહી જાય તેવી સ્થિતિમાં મુકાયા હતા. દરમિયાન અંકલેશ્વર ખાતે શિક્ષકોએ એક નવતર અભિગમ અપનાવ્યો હતો. વેકેશન દરમિયાન શિક્ષકો દ્વારા જે બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો અને કયા બાળકો પાસે સ્માર્ટ ફોન છે અને કયા બાળકો પાસે નથી તેની માહિતી એકત્ર કરવામાં આવી હતી.

સોશિયલ ડીસ્ટન્સ સાથે બાળકોને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે

જે બાળકો પાસે સ્માર્ટ ફોન નથી તેવા બાળકો માટે શેરી શિક્ષણ શરુ કરવામાં આવ્યું હતું. એટલે કે શિક્ષકો ગામના બે ત્રણ ફળિયાની વચ્ચે એક સ્થળે જાય અને ત્યાં 10 થી 15 બાળકોને ભેગા કરી તેઓને ભણાવે છે. સોશિયલ ડીસ્ટન્સ સાથે આવા બાળકોને શિક્ષણ પૂરું પાડવાનું કામ અંકલેશ્વરના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. મોટી તગડી ફી લઈને મોટી મોટી શાળાઓ દ્વારા બાળકોને ઓનલાઈન શિક્ષણ તો આપવામાં આવ્યું પરંતુ શિક્ષણ માટેનો સાચો યજ્ઞ આ શિક્ષકો દ્વારા જ કરવામાં આવ્યો છે. તેમ કહીએ તો તેમાં જરાયે અતિશયોકિત નથી.

શિક્ષણ યજ્ઞ થકી ગરીબ બાળકો પણ અન્ય વિદ્યાર્થીઓ સમકક્ષ શિક્ષણ મેળવી શક્યા છે

આ સેવા યજ્ઞમાં જોડાયેલ બી.આર.સી. કોરડીનેટર અમીના બહેન પઠાણે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે સરકારના ઓનલાઈન શિક્ષણ કાર્યક્રમમાં ગરીબ અને શ્રમજીવી વર્ગના પરિવારો કે જેઓ પાસે સ્માર્ટ ફોનની સુવિધા નથી તેઓ શિક્ષણથી વંચિત ના રહી જાય તે માટે તેઓ અને તેઓની ટીમે આ ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. અને તેઓના આ શિક્ષણ યજ્ઞ થકી ગરીબ બાળકો પણ અન્ય વિદ્યાર્થીઓ સમકક્ષ શિક્ષણ મેળવી શક્યા છે તેનો આત્મ સંતોષ છે. તાલુકાની 86 સરકારી શાળાઓમાં કુલ 15,163 વિદ્યાર્થીઓ છે. જેમાં ટેલિવિઝન સુવિધા ધરાવતા - 8373, રેડિયો સુવિધા વાળા - 118, સાદો ફોન ધરાવતા - 2976, સ્માર્ટ ફોન - 6058 વિદ્યાર્થીઓ છે. તથા કોઈ પણ પ્રકારનું ડિવાસ ન ધરાવતા વિદ્યાર્થીઓ - 1216 છે.

અન્ય સમાચારો પણ છે...