શિક્ષકોનો યજ્ઞ:શ્રીજીની માટીની પ્રતિમાનું વિસર્જન કરી પ્રકૃતિ રક્ષણનો અનોખો પ્રયાસ

ચીકદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકોમાં પ્રકૃતિ રક્ષણના મૂલ્યો કેળવાય તે માટે શિક્ષકોનો યજ્ઞ

પ્રકૃતિ જ જીવન છે. અને પ્રકૃતિ નું રક્ષણ કરવી એ આપણી પ્રથમ ફરજ છે. પ્રકૃતિના જતન માટેના મૂલ્યો બાળકોમાં નાનપણથી જ કેળવાય એ ઉદ્દેશ સાથે ડેડીયાપાડા તાલુકામાં આવેલી ફુલસર માધ્યમિક શાળાના શિક્ષકોએ માટીમાંથી બનેલી ગણેશજીની મૂર્તિ બાળકો પાસે જ બનાવી તેનું વિસર્જન કરાવી પ્રકૃતિ રક્ષણનો સંદેશો આપ્યો છે.

પ્લાસ્ટર ઓફ પેરિસ માંથી બનેલી મૂર્તિને કારણે જળ પ્રદુષણ ફેલાય છે. આ મૂર્તિને નદીમાં વિસર્જિત કરવાથી નદીમાં રહેતા વિવિધ જળચર પ્રાણીઓને નુકશાન થાય છે. આવા સંદેશ અને નૈતિક મૂલ્યો બાળકોમાં નાનપણથી જ કેળવાય તેવો ઉદ્દેશ સાથે દર વર્ષે બાળકો દ્વારા માટીનો ઉપયોગ કરી ગણેશજીની મૂર્તિ બનાવી સ્થાપના કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...