• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • A Two day Blood Donation Camp, Labor Donation And Tribute Program Was Organized In Bharuch On The Occasion Of Maharana Pratap's Birth Anniversary.

મહારાણા પ્રતાપનો 492મો જન્મદિન:ભરૂચમાં મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે બે દિવસીય રક્તદાન કેમ્પ, શ્રમદાન અને શ્રદ્ધાંજલિ સહિતના કાર્યકમનું આયોજન

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
  • નંદેલાવ બ્રિજ નજીક મહારાણા ચોકની સાફ-સફાઈ કરી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ

ભરૂચમાં મહારાણા પ્રતાપની આજે સોમવારે 492મી જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મહારાણા પ્રતાપના જન્મદિન નિમિત્તે ભરૂચમાં બે દિવસીય રક્તદાન કેમ્પ, શ્રમદાન તેમજ શ્રદ્ધાંજલિ સહિતના કાર્યકમનું આયોજન કરાયું છે.

ભરૂચની મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમિતિના સભ્યોએ નંદેલાવ બ્રિજ નજીક મહારાણા ચોકની સાફ-સફાઈ કરી તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મહારાણા પ્રતાપ સ્મારક સમિતિના સભ્યોએ જિલ્લા શિક્ષણાધિકારીને પાઠ્યપુસ્તકમાં મહારાણા પ્રતાપની જીવનકથાનું વિસ્તૃત લેખન સમાવેશ કરવાની માંગ કરતું આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. નોંધનીય છે કે શહેરમાં આ સિવાય બે દિવસીય રક્તદાન કેમ્પ, શ્રમદાન તેમજ શ્રદ્ધાંજલિ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...