ભરૂચ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં નામના મેળવી રહ્યું છે તેવું નથી ભરૂચ અન્ય ક્ષેત્રમાં પણ આગળ વધી રહયું છે. ભરૂચના 2.5 વર્ષના બાળકે 207 વિરુધાર્થી શબ્દોના જવાબો આપી ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ અંકિત કરાવ્યું છે.
ભરૂચના આર્યન અજય ઉપાધ્યાય એ બાળક દ્વારા મહત્તમ વિરોધી શબ્દોના જવાબો આપવા માટેનો વર્લ્ડ રેકોર્ડ હાંસલ કરવામાં આવ્યો છે. 2 વર્ષ 5 મહિના 24 દિવસના આર્યન એ 207 વિરુધાર્થી શબ્દોના જવાબ આપ્યાં હતાં. તેણે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ માટે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેને ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ તરફથી પ્રમાણપત્ર, મેડલ અને બેડજ મળી છે. 19 મહીને તેણે 16 રંગો ઓળખી અને સંભળાવી રચ્યો હતો એનો પેહલો વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો.
આર્યનના માતા-પિતા બંને ફિઝિયોથેરાપિસ્ટ છે. તેની માતાએ માહિતી આપી કે તે 19 મહિનાની ઉંમરે જ 35 વિરોધી શબ્દોના જવાબો આપી શકતો હતો પરંતુ માતા-પિતાને જાણ ન હતી કે તે સમયે પણ તે રેકોર્ડ હતો. વિરોધીઓ શબ્દો પ્રત્યે તેની રુચિ વધતી ગઈ અને તે જે પણ કાર્ટૂન વિડીયો જોતો તેમાંથી તેણે વિરોધી શબ્દો શોધ્યાં કરે છે.તેઓ આશા રાખે છે કે તે ભવિષ્યમાં તેની પ્રતિભાનો ઉપયોગ માનવતાની સુધારણા માટે કરે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.