ઓવરલોડ ટ્રક:ઝઘડિયાની ગુજરાત બોરોસીલ કંપનીમાંથી 53 ટનથી વધુ ઓવરલોડ માટી ભરેલી ટ્રક ઝડપાઈ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઝઘડિયા જીઆઇડીસી ની આસપાસમાં મોટા પાયે ગેરકાયદેસર રીતે માટી ખનનની પ્રવૃત્તિ માં ચાલે છે. ભૂસ્તર વિભાગ પણ આ બાબતે આંખ આડા કાન કરતી હોય તે સ્પષ્ટ જણાય છે, ઝઘડિયા જીઆઇડીસી માં આવતા નવા પ્રોજેક્ટમાં પણ મોટા પાયે અનઅધિકૃત રીતે માટી નાખવામાં આવતી હોવાની અનેકો ફરિયાદ ઉઠવા પામી છે. ગતરોજ ઝઘડિયા પોલીસે એક ઓવરલોડ માટી ભરેલું વાહન ઝડપી પાડ્યું છે. ઝઘડિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી આર ભરવાડે ઝઘડિયા અંકલેશ્વર રોડ પર આવેલ ગુજરાત બોરોસીલ કંપનીમાં ઓવરલોડ માટીના વાહન ચાલતા હતા તે પૈકી એક ટ્રક તપાસતા તેની કાંટા પરચીમાં ૫૩ ટન કરતાં વધુ માટી ભરેલી હોવાનું જણાયું હતું. ઝઘડિયા પોલીસે મોટર વ્હીકલ એકટ હેઠળ ઓવરલોડ માટી ભરેલી ટ્રક ડીટેઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલ ટ્રકમાં ભરેલ માટી બોરોસીલ કંપનીમાં નાખવામાં આવતી હતી તેની રોયલ્ટી પાસ છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત ઝઘડિયા જીઆઇડીસી ની આજુબાજુ માંથી પણ હજારો મેટ્રિક ટન માટી નવા આવતા ઉદ્યોગના પ્રોજેક્ટમાં ઠલવાય છે તેની પણ ઝઘડિયા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...