ભરૂચ એસઓજી પીઆઇ એ. એ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ શહેરના વિવિધ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. કોન્સ્ટેબલ તન્વીર મો.ફારૂકને મળેલી બાતમીના આધારે હેકો. શૈલેષ વસાવા, રવિન્દ્ર વસાવા, પોકો સુરેશ વણઝારા સહિતનાઓે શહેરના બાયપાસ રોડ પર શેરપુરા ગામ પાસે કડવા કોમ્પ્યુટરાઇઝ વે બ્રીજ પાસે વાહન ચેકિંગ શરૂ કર્યું હતું.
દરમિયાનમાં એક અશોક લેલન્ડ ટ્રકને રોકી તપાસ કરતાં તેમાં લોખંડના સળીયાના નવા ટુકડા કાપી ભંગાર ભરેલો જણાયું હતું. ટીમે ટ્રકના ડ્રાઇવર ભેરૂલાલ લાઘુલાલ ગુજ્જર (રહે. ભીલવાડા, રાજસ્થાન) ની પુછપરછ કરતાં તેની પાસેથી આરસીબુક કે માલિકી અંગે ખરીદ બીલ તેમજ કોઇ આધાર પુરાવા મળ્યાં ન હતાં. તેમજ તેની ટ્રકમાં ભરેલાં 10.16 લાખની મત્તાનો 30 હજાર કિલો ભંગારને લઇને કોઇ ચોક્કસ વિગતો નહીં આપતાં તેની સામે એ ડિવિઝન પોલીસ મથકે 41(1)ડી હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.