અકસ્માત:લાલવાડીની ખુલ્લી ગટરમાં અનાજ ભરેલી ટ્રક ખાબકી

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ શહેરમાં ઘણા વિસ્તારોમાં ખુલ્લી ગટરોમાં ચોમાસા દરમિયાન ભરાયેલા પાણીમાં વાહન ચાલકો સહિત શહેરીજનો પડી જવાના સીસીટીવી વિડિયો પણ સામે આવ્યા છે. શહેરના નન્નુંમિયા ગરનાળા પાસે આવેલા લાલવાડી વિસ્તારમાં અનેક વેપારીઓના અનાજ કરિયાણાના ગોડાઉન પણ આવેલા છે. ત્યારે સોમવારે સવારે અનાજનો જથ્થો ભરેલી ટ્રક ગોડાઉનમાં સમાન ખાલી કરવા આવી હતી.તે સમય દરમિયાન રસ્તો સાંકડો હોય જેથી ટ્રકને રિવર્સ લઇ રહ્યો હતો ત્યારે અચાનક ટ્રકનું પાછળનું ટાયર ખુલ્લી ગટરમાં ઉતરી જતા ટ્રક ગટરમાં ખાબકી હતી.ટ્રક ખુલ્લી ગટરમાં ખાબકતા ટ્રકનો ચાલક કેબીનમાં ફસાઈ જતા આસપાસના વેપારીઓ દોડી આવીને ફસાયેલા ચાલકને કેબીનમાંથી બહાર કાઢ્યો હતો.જોકે ભારે જહેમત બાદ જેસીબીની મદદથી ગટરમાં ખાબકેલી ટ્રકને બહાર કઢાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...