પરીક્ષા આપવા જતાં મોત મળ્યું:વાલીયાના વટારીયા પાસે પૂરપાટ ઝડપે આવતી ટ્રકે બાઇકને અડફેટે લીધું, ચાલક વિદ્યાર્થીનું કમકમાટીભર્યું મોત

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક વિદ્યાર્થીનો ફાઇલ ફોટો - Divya Bhaskar
મૃતક વિદ્યાર્થીનો ફાઇલ ફોટો
  • અકસ્માતમાં પરીક્ષા આપવા જતા ભરૂચના ત્રાલસાના વિદ્યાર્થીનું ઘટનાસ્થળે મોત
  • અન્ય વિદ્યાર્થીને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડાયો

વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર વટારીયા ગામના પનિયારીના વળાંક પાસે માતેલા સાંઢની જેમ ધસી આવેલા હાઇવા ટ્રક ચાલકે બાઇકને અડફેટે લીધું હતું. જેમાં બાઇક પર પરીક્ષા આપવા જતા ભરૂચના ત્રાલસા ગામના વિદ્યાર્થીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય વિદ્યાર્થીને ઈજાઓ પહોંચી હતી. ભરૂચ તાલુકાના ત્રાલસા ગામની નવી નગરીમાં રહેતા હિમાંશુ સુરેન્દ્રભાઈ સોલંકી અને આસિફ અબ્બાસ પટેલ મોટર સાઇકલ નંબર - જી.જે.જી.જે.16.બી.ઈ.2815 લઇ વાલિયાની પોલિટેક્નિક કોલેજ ખાતે પરીક્ષા આપવા આવી રહ્યા હતા. તે દરમિયાન વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર વટારીયા ગામની પનિયારીની વળાંક પાસે સામેથી માતેલા સાંઢની જેમ ધસી આવેલ હાઇવા ટ્રક નંબર-જી.જે.05.બી.યુ.1189ના ચાલકે બાઈક સવાર યુવાનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ત્રાલસા ગામની નવી નગરીમાં રહેતા હિમાંશુ સોલંકીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે આસીફ પટેલને ઈજાઓ પહોંચતાં તેને પ્રથમ વાલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર બાદ વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વાલિયા માર્ગ પરથી માટી, રેતી અને કપચી સહિતનું મટીરીયલ ભરી આડેધડ દોડતાં ભારે વાહનો સામે કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...