ટ્રીપલ અકસ્માત:લીંબડી અમદાવાદ હાઈવે ઉપર ટ્રક અને બે કાર વચ્ચે ટ્રીપલ અકસ્માત, ચાર લોકો ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેવપરાના પાટીયા નજીક અકસ્માત સર્જાયો

અકસ્માત ઝોનમાં આવતા લીંબડી અમદાવાદ હાઈવે ઉપર ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. લીંબડીના દેવપરાના પાટીયા નજીક ટ્રક અને બે કાર વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતાં તેમને લીંબડીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઈવે ઉપર અવારનવાર ગોઝારા અકસ્માતના બનાવો બનતા હોય છે. જેમાં અનેક લોકો અકાળે મોતને ભેટતા હોય છે. ત્યારે અકસ્માત ઝોનમાં આવતા લીંબડી અમદાવાદ હાઈવે ઉપર ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો.

લીંબડીના દેવપરાના પાટીયા નજીક ટ્રક અને બે કાર વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હાલતમાં લીંબડીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતના ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થઇ ગયા હતા. લીંબડી પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી ઇજાગ્રસ્તનોને સારવાર અર્થે લીંબડીની સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...