કોણ કોને આપશે ટક્કર?:ભરૂચની 5 બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, અંકલેશ્વરમાં બે સગાભાઈ સામ સામે

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લાની 5 બેઠર પર ત્રિપાખીયો જંગ જામશે. અંકલેશ્વર બેઠક પર બે ભાઈ સામ સામે ચૂંટણી લડી રહ્યા છે. તો આવો જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી ભરૂચ જિલ્લાનો રાજકીય ઇતિહાસ...

ઝઘડિયા બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે આરક્ષિત
ભરૂચ વિધાનસભાની બેઠક ભાજપમાં ગુજરાત રાજ્યમાં ગણાતી સેફ સીટ પૈકીની એક છે. ભરૂચ બેઠક પર ભાજપનું કમળ કરમાયું નથી અને આ વર્ષે પણ ભાજપની જ સત્તા આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. અંકલેશ્વર સીટ પર 1990થી ભાજપનો કબજો છે અને ઈશ્વરસિંહ છેલ્લા ત્રણ વખતથી આ સીટ પરથી ધારાસભ્ય છે. ઝઘડિયા બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે આરક્ષિત રાખવામાં આવી છે. આ વિધાનસભા બેઠક પર ભાજપ હજુ સુધી ખાતુ ખોલાવી શકી નથી. છોટુ વસાવા ઝઘડિયા બેઠક પરથી 7 વાર ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા છે. વર્ષ 1990માં જનતા દળ તરફથી પહેલી વાર ચૂંટણીમાં ઊભા રહ્યા હતા અને જીત મેળવી હતી. ત્યારબાદ તેઓ સતત આ બેઠક પરથી અત્યાર સુધી ચૂંટણી જીતતા આવ્યા છે.
મુસ્લિમ મતદારોનું વાગરા બેઠક પર પ્રભુત્વ
વાગરા બેઠક પર મુસ્લિમ મતદારોનું સૌથી વધારે પ્રભુત્વ રહેલું છે. વાગરામાં હાલ ભાજપના અરૂણસિંહ ધારાસભ્ય છે. અહીં તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી હતી. બેઠક પર મુસ્લિમ મતદારોનું સૌથી વધારે પ્રભુત્વ રહેલું છે. મુસ્લિમ બાદ દરબાર, આદિવાસી મતદારોની સંખ્યા વધારે છે. જંબુસર બેઠક પર અત્યાર સુધી યોજાયેલી 12 ચૂંટણીમાં 7 વખત કોંગ્રેસ અને 5 વખત ભાજપ જીતવામાં સફળ રહ્યું છે. જેંમાં રસપ્રદ વાત એ છે કે પાંચેય વખત ભાજપના ઉમેદવાર મોરી છત્રસિંહ જ હતા.
કઈ બેઠક પણ કોણ ઉમેદવાર
ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રી, કોંગ્રેસના ઉમેદવાર જયકાંત પટેલ, આપ તરફથી મનહર પરમાર ઉમેદવાર છે. અંકલેશ્વર બેઠક પર ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ, કોંગ્રેસના ઉમેદવાર વલ્લભપટેલ, અને આપના ઉમેદવાર અંકુર પટેલ છે. જંબુસર બેઠક પર ભાજપના દેવ કિશોરદાસજી સાધુ, કોંગ્રેસના સંજય સોલંકી અને આપના સાજિદ રેહાન ઉમેદવાર છે. વાગરા બેઠક પર ભાજપના અરૂણસિંહ રણા, કોંગ્રેસના સુલેમાન પટેલ અને આપના જયરાજસિંહ રાજ ઉમેદવાર છે. જ્યારે ઝઘડીયા બેઠક પર ભાજપના રિતેશ વસાવા, કોંગ્રેસના ફેતસિંગ વસાવા અને આપના ઉર્મિલા ભગત ઉમેદવાર છે. આ ઉપરાંત આ બેઠક પર અપક્ષમાંથી છોટું વસાવા ઉમેદવાર છે.

અન્ય સમાચારો પણ છે...