તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ભરૂચમાં 41 કરોડના ખર્ચે ટ્રાઇએન્ગલ ઓવરબ્રિજ બનશે

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશ્ચિમ વિસ્તારને નવા ફ્લાય ઓવરબ્રિજની ભેટ મળશે : ધારાસભ્ય દુષ્યંત પટેલે એક વર્ષ પૂર્વે સરકારમાં રજૂઆત કરી હતી

ભરૂચ શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ખાસ કરીને પશ્ચિમ વિસ્તારના લોકોને મુખ્ય માર્ગ ઉપરથી પસાર થવા માટે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ શાળાઓ જતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી વેઠવી પડતી હતી. ત્યારે હવે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મહંમદપુરા સુધી 1530 મીટર લાંબો ઓવરબ્રિજ બનશે. સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ભરૂચમાં પહેલો ટ્રાયએન્ગલ (ત્રિપાંખ્યો) 1530 મીટર લાંબો અને 8.40 મીટર પોહળો ફ્લાયઓવર બ્રિજ બનશે. જેના માટે મુખ્યમંત્રીએ રૂપિયા 41 કરોડની જાહેરાત કરી હતી.

ભરૂચ નગર પાલિકામાં હંમેશાં પશ્ચિમ વિસ્તારને વિકાસ કામોથી વંચિત રાખવામાં આવતા હોવાના સ્થાનિક લોકોએ અનેક આક્ષેપો સાથે રજૂઆતો પણ કરી હતી. જેને ધ્યાને લઈને ધારાસભ્ય દુષ્યંત પટેલે રાજ્ય સરકારમાં ઓવર બ્રિજની માંગણી કરી હતી. જેના માટે 49 કરોડનો અંદાજિત ખર્ચ થવાનો પ્લાન રજૂ કર્યો હતો. જેને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફલાય ઓવરબ્રિજના નિર્માણ માટે રૂપિયા 41 કરોડની દરખાસ્તને મંજૂરી આપી છે.

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મહમંદપૂરા સર્કલ ફલાય ઓવરબ્રીજના કામો માટે ₹41 કરોડ મંજૂર કર્યા છે. આ ફલાય ઓવર 1530 મીટર લંબાઇ અને 8.40 મીટર પહોળાઇ ધરાવતો હશે. ભરૂચમાં આ ફલાય ઓવરબ્રીજ બનવાથી દહેગામ અને દહેજ તરફથી આવતા અને ભરૂચ રેલ્વે સ્ટેશન જનારા લોકો માટે અનૂકુળતા રહેશે. એટલું જ નહિ, આ બ્રીજની ડિઝાઇન ત્રી-પાંખીયા ટ્રાયેન્ગ્યુલર હોવાથી તાંત્રિક અને ભૌગોલિક દ્રષ્ટિએ ભરૂચ નગર પાલિકાના અગત્યના તમામ વિસ્તારો આ બ્રીજની કામગીરીથી આવરી લેવાશે.

દહેગામ અને દહેજ તરફથી આવતા અને રેલવે સ્ટેશન જનારા લોકો માટે અનૂકુળતા રહેશે
ગુજરાતમાં સૌ પ્રથમ આપણી પાસે પ્રોજેક્ટ તૈયાર હોય સરકારમાં મંजूજૂર થવા મુક્યો હતો

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિકની બોટલનેક સમસ્યા હતા.જેની ત્રણ વર્ષથી વિચારણા કરીને ડ્રોઈંગ બનાવી રાખ્યું હતું. સમગ્ર ગુજરાતમાં આપણી પાસે પ્રોજેક્ટ તૈયાર હોય મુખ્યમંત્રીએ અમારા વિસ્તારની ચિંતા કરીને 41 કરોડના ખર્ચે ફ્લાય ઓવરને મંજરી આપી છે જે લોકો માટે ખુશીની વાત છે.- દુષ્યંત પટેલ,ધારાસભ્ય,ભરૂચ.

અન્ય સમાચારો પણ છે...