તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:ભરૂચ જિલ્લામાં 18 થી 44 વર્ષના કુલ 74,096 યુવાનોનું રસીકરણ

ભરૂચ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 45 વર્ષથી વધુ વયના લાભાર્થીઓ માટે 35 સ્થળોએ રસીકરણની વ્યવસ્થા

ભરૂચ જિલ્લામાં 18 થી 44 વર્ષના લાભાર્થીઓ માટે 20 સ્થળોએ તેમજ 45 વર્ષથી વધુ વયના લાભાર્થીઓને રસીકરણ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. રસીકરણનું સુદ્રઢ આયોજન જિલ્લા વહિવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા 20 સ્થળોએ તેમજ 45 વર્ષથી વધુ વયના લાભાર્થીઓ માટે 35 સ્થળોએ રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે.ભરૂચ જિલ્લામાં રસીકરણની પ્રક્રિયામાં યુવાનોનો ઉત્સાહ જોઈ શકાય છે.

જેમાં 18 થી 44 વર્ષના લાભાર્થીઓમાં અત્યાર સુધીના આંક મુજબ ભરૂચ તાલુકામાં 22527, આમોદ તાલુકામાં 4377, જંબુસર તાલુકામાં 4414, વાગરા તાલુકામાં 7383, અંકલેશ્વર તાલુકામાં 19647, હાંસોટ તાલુકામાં 5413, વાલીયા તાલુકામાં 7383, ઝધડીયા તાલુકામાં 4667 અને નેત્રંગ તાલુકામાં 2319 મળી કુલ 74096 યુવાનોને રસીકરણ હેઠળ આવરી લેવાયા છે.કોરોનાના સંક્રમણને નાથવા ભરૂચ જિલ્લામાં રસીકરણની ઝુંબેશને વધુ વેગવાન બનાવી છે.

જિલ્લામાં ગત 16 જાન્યુઆરી 2021થી 6 જૂન 2021 સુધીમાં હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ, 45 થી વધુ વયના અને 18 થી 44 વર્ષના લાભાર્થીઓને જિલ્લામાં પ્રથમ ડોઝ કુલ 3,62,254 લોકોને વેક્સિનથી સુરક્ષિત કરાયા છે. આ મહાઅભિયાનમાં જોડાઇ પોતાને કોરોનાની મહામારીથી સુરક્ષિત કરવા આરોગ્ય અધિકારી ડૉ.દુલેરા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

વેક્સિનેશનનો તાલુકાવાર આંકડો

તાલુકોવેક્સિનની સંખ્યા
ભરૂચ96218
આમોદ15860
જંબુસર25771
વાગરા27854
અંકલેશ્વર90372
હાંસોટ21237
વાલીયા20004
ઝધડીયા31011
નેત્રંગ19116
કુલ3,47,443
અન્ય સમાચારો પણ છે...