કોરોના અપડેટ:ભરૂચમાં વધુ 9 પોઝિટિવ કેસ સાથે કુલઆંક 3300 : 3 મોત

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચમાં 6, અંક્લેશ્વર, ઝઘડિયા-વાગરામાં 1-1 કેસ નોંધાયા
  • જિલ્લામાં 3149 લોકો સજા થયાં, હજી 119 સારવાર હેઠળ

ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસોમાં પુન: ઘટાડો થઇ રહ્યો છે. બીજી તરફ આરોગ્ય વિભાગ્ય દ્વારા વેક્સિનેશનની પણ કવાયત ચાલી રહી છે. ત્યારે સોમવારે જિલ્લામાં કોરોના પોઝિટિવના માત્ર 9 કેસ નોંધાયાં હતાં. જેમાં ભરૂચ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 6 તેમજ અંક્લેશ્વર, ઝઘડિયા અને વાગરા પંથકમાં 1-1 કેસ નોંધાતાં જિલ્લાનો કુલ આંક 3300 પર પહોંચી ગયો છે. જિલ્લામાં સોમવારે કોરોનાને 16 લોકોએ મ્હાત આપતાં અત્યાર સુધીમાં 3149 લોકો સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.

જ્યારે હાલમાં હોમ આઇસોલેશનમાં 71 જ્યારે કોવિડ સેન્ટરમાં 48 લોકો મળી કુલ 119 જણા સારવર હેઠળ છે. જિલ્લામાં આજે કોરોનાની સારવાર વેળાં 3 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જેમાં ભરૂચના ધોળીકૂઇ બજારમાં રહેતાં 54 વર્ષીય પ્રૌઢ, ઝઘડિયાના ભાલોદ ગામના 63 વર્ષીય વૃદ્ધ તેમજ અંક્લેશ્વરની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં 79 વર્ષીય વૃદ્ધનું સારવાર વેળાં મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...