કોરોનાવાઈરસ:અંકલેશ્વરના 3 સહિત 4 કોરોના પોઝિટિવના મોત, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1218 લોકો સાજા થયાં

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોવિડ સ્મશનગૃહ ખાતે જિલ્લા કોરોના માં થયેલા 4 દર્દી ની મોત બાદ અંતિમ વિધિ કરવામાં આવી હતી. - Divya Bhaskar
કોવિડ સ્મશનગૃહ ખાતે જિલ્લા કોરોના માં થયેલા 4 દર્દી ની મોત બાદ અંતિમ વિધિ કરવામાં આવી હતી.
  • ભરૂચ 11 અને અંક્લેશ્વરના 10 કેસ સાથે જિલ્લાનો કુલ આંક 1435 થયો

જિલ્લામાં આજે કોરોનાએ ભરૂચ અને અંક્લેશ્વર પંથકમાં જ સાગમટા કુલ 21 કેસ નોંધાવ્યાં છે. જેમાં ભરૂચમાં 11 અને અંક્લેશ્વરમાં 10 કેસ નોધાતાં જિલ્લાનો કુલ આંક 1435 પર પહોંચી ગો છે. જોકે બીજી તરફ જિલ્લામાં રિકવરી રેશિયો પણ સારો રહેવાને કારણે હાલમાં 192 લોકો કોરોનાની સારવાર હેઠળ છે. ભરૂચ શહેર જિલ્લામાં કોરોના કોરોના મહામારીના કેસો સતત નોંધાઇ રહ્યાં છે. જોકે પહેલાં કરતાં પોઝિટિવ કેસો આવવાની સંખ્યામાં ઘટાડો થયો છે. ત્યારે સરકારી આંકડાઓ મુજબ અત્યાર સુધીમાં ગ્રામ્ય વિસ્તારોમાં 773 તેમજ શહેરી વિસ્તારોમાં 662 કેસો આવ્યાં છે.

શહેરી વિસ્તારોમાં 5 જ્યારે અંક્લેશ્વરમાં ગ્રામ્ય વિસ્તારોમાં 7 અનેે શહેરી વિસ્તારમાં 3 કેસ
જિલ્લામાં આજે પણ કોરોના પોઝિટિવના 21 કેસ માત્ર ભરૂચ અને અંક્લેશ્વરમાં જ નોંધાયાં હતાં. જેમાં ભરૂચમાં 11 અને અંક્લેશ્વરમાં 10 કેસ આવ્યાં છે. જેમાં પણ ભરૂચના ગ્રામ્ય વિસ્તારોમાં 6 અને શહેરી વિસ્તારોમાં 5 જ્યારે અંક્લેશ્વરમાં ગ્રામ્ય વિસ્તારોમાં 7 અનેે શહેરી વિસ્તારમાં 3 કેસ નોંધાયાં છે. જ્યારે અન્ય તાલુકાઓમાં આજે એક પણ કેસ નોંધાયો ન હતો. જિલ્લામાં આજે કોરોના પોઝિટિવ આવેલાં 4 દર્દીઓના મોત થયાં હોવાના અહેવાલ મળી રહ્યાં છે. જે પૈકી 3 વ્યક્તિઓ અંક્લેશ્વરના હોવાનું માલુમ પડ્યું છે. જેમાં અંક્લેશ્વરના વિરાટ નગરના 68 વર્ષીય વૃદ્ધ, કાપોદ્રા ગામે આવેલી સુર્યદિપ સોસાયટીમાં રહેતાં 52 વર્ષીય પ્રૌઢ, શહેરમાં આવેલી વૈશાલી સોસાયટીમાં રહેતાં 56 વર્ષીય પ્રૌઢનું પહેલાં કોરોના પોઝિટિવ અને બાદમાં નેગેટિવ રિપોર્ટ આવ્યાં બાદ મોત થયું છે. જ્યારે ભરૂચમાં ઝાડેશ્વર ચોકડી પાસેના મહર્ષિ બંગ્લોઝમાં રહેતાં 90 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે.

અંકલેશ્વરમાં કોરોના વધુ 10 કેસ 3 લોકોના સારવાર દરમિયાન મોત
કોરોનાના વધુ 10 દર્દી સામે આવ્યા છે. તો કોરોના ની સારવાર દરમિયાન અંકલેશ્વર ના વધુ 3 દર્દીઓ જીવ ગુમાવ્યો હતો. અંકલેશ્વર માં કોરોના આંક 512 પર પહોંચી ગયો છે. જો કે એક્ટિવ દર્દી કરતા સાજા થતા દર્દીનો રેસિયો વધુ હોવા થી તંત્ર એક તરફ હાશકરો અનુભવી રહ્યો છે. તો બીજી તરફ મોતનો આંક દિવસે દિવસે ઉંચે જતા ચિતા સ્થિતિનું નિર્માણ થયું છે.

અન્ય સમાચારો પણ છે...