તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મહારાષ્ટ્રથી કરજણ દારૂ લઇ જતો ટેમ્પો ડ્રાઇવર ઝડપાયો

ભરૂચ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વડદલા પાસે ટેમ્પોમાંથી 40 હજારનો દારૂ જપ્ત

મહારાષ્ટ્રથી દારૂનો જથ્થો ભરીને કરજણ ખાતે લઇ જતાં એક ટેમ્પો ચાલકને ભરૂચ એ ડિવિઝન પોલીસે હાઇવે પર વડદલા પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના ટેમ્પોમાંથી 37 હજારનો દારૂ તેમજ ટેમ્પો સહિત 1.97 લાખનો મુ્દામાલ જપ્ત કર્યો હતો.

ભરૂચ એ ડિવિઝન પોલીસની ટીમ હાઇવે પર ચેકિંગમાં હતી તે વેળાં એક ટેમ્પો ચાલક ટેમ્પોમાં દારૂની હેરાફરી કરી રહ્યો છે. જેના પગલે ટીમે વડદલા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં બાતમી મુજબનો એક ટેમ્પો ત્યાંથી પસાર થતા તેને અટકાવી તલાશી લેતાં ટેમ્પોમાંથી કુલ 37 હજારનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની પુછપરછ કરતાં તેનું નામ ચેતન જગન મરાઠે (રહે. નંદુરબાર, મહારાષ્ટ્ર) હોવાનું જણાયું હતું. ઉપરાંત તેણે મહારાષ્ટ્રના મુંબઇથી દારૂ ભરી લાવી કરજણના ગોલ્ડન હોટલ પાસે એક શખ્સને આપવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે તેની ધરપકડ કરી દારૂ તેમજ ટેમ્પો અને મોબાઇલ સહિત કુલ 1.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો