તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:વાલિયામાં ધોરણ-9માં અભ્યાસ કરતી કિશોરીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કિશોરી પાસેથી સુસાઈડ નોટ પણ મળી આવી

વાલિયા ખાતે એક કિશોરીએ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. પ્રેમમાં નાસીપાસ થયેલી વાલિયાની 14 વર્ષીય કિશોરીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વાલિયાના સરદાર આવાસ ખાતે રહેતી અને ધોરણ-9માં અભ્યાસ કરતી વૈશાલી વસાવા આજે બુધવારે વહેલી સવારે ઘરમાં એકલી હતી, તે દરમિયાન તેણીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેના પરિવારજનો ઘરે આવ્યાં ત્યારે વૈશાલીના મૃતદેહને જોઇને તેઓ ખુબ દુખી થયા હતા.

પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી

આ બનાવની જાણ થતા વાલિયા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવ્યો હતો. પોલીસને સુસાઇડ નોટ પણ મળી આવી હતી. સુસાઈડ નોટમાં તેણીએ લખ્યું હતું કે, તે વિશાલ નામના એક યુવક સાથે પ્રેમ સંબંધમાં છે, પરંતુ વિશાલ તેની કદર નહિ કરતો હોવાથી તે નાસીપાસ થયેલી છે અને તે વિશાલ વગર નહી જીવી શકે તેથી આ અંતિમ પગલું ભરી રહી છે. પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...