આયોજન:દિવાળીમાં ઇમર્જન્સી માટે 108ની ટીમ સજ્જ રહેશે

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચમાં તહેવારોને ધ્યાનમાં લઇ આયોજન

ભરૂચમાં કોરોનાના કેસો હોવા છતાં લોકોમાં દિવાળીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ત્યારે દિવાળી અને નવા વર્ષના પર્વના પાંચ દિવસ દરમ્યાન ઇમરજન્સી કેસોમાં પણ ૩૦ ટકા વધારો જોવા મળતો હોય છે. જેને લઇ 108 ઈમરજન્સી સર્વિસ દ્વારા તાલીમ બદ્ધ ઇએમટી, પાયલોટ અને અન્ય સુપરવાઇઝર સાથે લોકો ઉપલબ્ધ રાખવા આયોજન કરાયું છે. દિવાળીના વેકેશનમાં રોડ એક્સિડેન્ટ, મારામારીના કેસો અને બર્નિંગ કેસોમાં વધારો થતો હોય છે. અમુક લોકો બેદરકારીથી ફટાકડાં ફોડતા દાઝી જાય છે.આવા સમયે ઈમરજન્સી સેવા 108ની મદદથી ત્વરિત સારવાર મળી રહે તેનું ખાસ ધ્યાન રખાયું છે.દર વર્ષેની જેમ 108ની ટીમે જિલ્લાની 16 એમ્બ્યુલન્સ અને 10 ખીલખીલાટ સાથે સુચારુ આયોજન કર્યું છે. જિલ્લાના નાગરિકો તહેવારોની મોજ માણી શકે તે માટે 108ના કર્મીઓ ફરજ પર હાજર રહી વિડિઓ કોલ જેવી (વર્ચુલ- ઉજવણી) પદ્ધતિથી પોતાના પરિવાર સાથે દિવાળી કરશે.

અન્ય સમાચારો પણ છે...