ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં વિધાર્થિનીની તબિયત બગડવાની બીજી ઘટના શુક્રવારે બની હતી. પાલેજ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 ની છાત્રા પરીક્ષાખંડમાં બેભાન થઈ જતા 108 ની ટીમે દોડી આવી સારવાર આપી હતી.
પાલેજ 108 ને સવારે 10.54 કલાકે સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્યનો કોલ આવ્યો હતો. કેન્દ્ર ખાતે ધોરણ 10 ની પરીક્ષા આપતી 16 વર્ષીય યાસમીન સાદીકભાઈ પઠાણ પેપર લખતા લખતાં અચાનક બેભાન થઈ ગઈ હતી.વિધાર્થિની પેપર લખતા અચાનક ચક્કર ખાઈ બેભાન થઈ હોવાનો કોલ મળતા 108 ના EMT ઉપેન્દ્ર બારીયા અને પાયલોટ ઇમ્તિયાઝ દૂધવાલા સમયસૂચકતા વાપરી પાલેજ સાર્વજનિક હાઈસ્કૂલ એમ્બ્યુલન્સ લઈ પોહચી ગયા હતા.છાત્રા યાસમીનની તપાસ કરતા તે બેભાન થઈ ગઈ હોવાનું જણાતા તુરંત અમદાવાદ 108 ની હેડ ઓફીસ ઉપર ફિઝિશિયન ડો. જીતેન્દ્રની સલાહ લઈ વિધાર્થિનીની સારવાર શરૂ કરાઇ હતી.
પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે છાત્રાને લઈ જઈ જરૂરી સારવાર અને બોટલ ચઢાવ્યા બાદ તે ભાનમાં આવી સ્વસ્થ બની હતી.જેને ફરી પરીક્ષા કેન્દ્ર ઉપર લઈ જતા તેને પોતાની પરીક્ષા સ્વસ્થ થઈ આપી હતી. છાત્રાના પરિવારજનો અને શાળાના આચાર્ય તેમજ સ્ટાફે પાલેજ 108 નો આભાર વ્યક્ત કર્યો હતો. અગાઉ બોર્ડની પરીક્ષામાં અંકલેશ્વરમાં ધોરણ 12 ની છાત્રાની તબિયત બગડતા તેને ચાલુ પરિક્ષાએ વર્ગ ખંડમાં જ 108 એ સારવાર આપી સ્વસ્થ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.