ભરૂચ શહેરના બંબાખાના વિસ્તારમાં ઈદગાહ મેદાન નજીક જુના બંધ મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં નાશભાગ મચી જવા પામી હતી.
ભરૂચના બંબાખાના વિસ્તારમાં આવેલ ઈદગાહ મેદાન પાસેના એક જુના બંધ મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના લોકોમાં ભારે નાશભાગ મચી જવા પામી હતી.જોકે, અચાનક મકાનમાં લાગેલી આગના પગલે એક સમયે સ્થળ ઉપર લોકટોળા જામી ગયા હતા.ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરતા ફાયરના 2 જેટલા ફાયર ટેન્કરો સાથે લાશ્કરો સ્થળ ઉપર દોડી આવ્યા હતા.ફાયરના જવાનોએ તાત્કાલિક ધોરણે આગની લપેટમાં આવેલ મકાન પર પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગને કાબુમાં લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, એસપી કચેરી માર્ગ પર આવેલ આ મકાન અત્યંત જૂનું અને જર્જરિત હાલતમાં તેમજ બંધ અવસ્થામાં હોય જેથી સદનસીબે સમગ્ર ઘટના ક્રમમાં કોઈપણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.