અકસ્માત:અંકલેશ્વરના દિવા રોડ પર સ્કૂલ વેનના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં
  • પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

અંકલેશ્વરની એસ.વી.ઇ.એમ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સ્કૂલથી એક્ટિવા પર ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન સ્કૂલ વેનના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં આ વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે.

અંકલેશ્વરની સંસ્કારધામ સોસાયટીમાં રહેતો દિપક લીંબચીયાનો 16 વર્ષીય પુત્ર એસ.વી.ઇ.એમ જલારામ સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરે છે. જે ગત તારીખ-14મી ઓક્ટોબરના રોજ લીંબચીયા સ્કૂલેથી છૂટી એક્ટિવા લઈ ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન અક્ષર વાટીકા સોસાયટી પાસે પાછળથી આવતી સ્કૂલની તુફાન ગાડીએ એક્ટિવાને અડફેટે લેતા વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. ત્યારે સ્કૂલ વેનના ચાલકે વિદ્યાર્થિની મોપેડને ટક્કર મારી અકસ્માત સર્જવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ત્યારે આ અકસ્માત અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...