ગૌરવ:ભરૂચની જે.પી કોલેજનો વિદ્યાર્થી શોર્ટ સ્ટોરી સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવ્યો

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્પર્ધામાં તેના વિડીયોને 1070 વ્યૂઝ આવ્યા

ભરૂચ શહેરમાં આવેલી શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીએ ઓનલાઇન શોર્ટ સ્ટોરી સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થઈને કોલેજ અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. બિલીમોરાના બી.એસસી.સેલ્ફ ફાઈનાન્સ ડીવીઝન દ્વારા 5 મી મેના દિવસે ઓનલાઇન શોર્ટ સ્ટોરી સ્પર્ધા-2021નું આયોજન કરાયું હતું.આ સ્પર્ધામાં ભરૂચની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ટી.વાય. બી.એસ સી.ના વિદ્યાર્થી સ્મિત પટેલે શોર્ટ સ્ટોરી ટેલીંગનો વિડીયો જાતે બનાવીને ભાગ લીધો હતો.

તેના વિડીયોને બીલીમોરાની કોલેજ દ્વારા તેમની યુ ટયુબ ચેનલ પર સ્પર્ધા માટે અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં સ્મિત પટેલના વિડીયોને 1070 જેટલા વ્યૂઝ મળ્યા હતા.જયારે કુલ 309 લાઈકસ મળી હતી. આમ સ્મિત પટેલે પ્રથમ વિજેતા બનીને કોલેજનું નામ રોશન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...