છપ્પનીયા દુકાળના સમયમાં વરસાદની માંગ સાથે ભોઇ સમાજના લોકોએ અષાઢ વદ ચૌદશની રાત્રે માટીની લગભગ સાડા પાંચ ફૂટ ઉંચી મેઘરાજાની કલ્પિત મૂર્તિ બનાવી મેઘરાજાની પાસે વરસાદની પ્રાર્થના કરી હતી. છતાં વરસાદ નહિ વરસતા લોકોએ મુર્તિ ખંડિત કરી નાખવાની ચીમકી આપી હતી.
જોકે મળસ્કે વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો.બે સૈકાથી અષાઢ વદ ચૌદશની રાત્રીએ મેઘરાજાની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવે છે. શનિવાર અષાઢ વદ ચૌદશની રાત્રે ભોઈ સમાજના યુવાનોએ માટીમાંથી મેઘરાજાની 350 કિલોથી વધુ વજનવાળી પ્રતિમા બનાવી હતી.
ભોઇવાડમાં મેઘરાજાની પ્રતિમાના 25 દિવસ સુધી દર્શન કરી શકાશે.મેઘરાજાનો ખરો મેળો શ્રાવણ વદ સાતમથી શ્રાવણ વદ દસમ સુધી ખુબ જ ભકિત ભાવથી,ધામધૂમથી ઉજવાય છે.દશમને દિવસે સાંજે શોભાયાત્રા કાઢી મેઘરાજાની પ્રતિમાનું નર્મદા નદીના પાવન જળમાં વિસર્જન કરવામાં આવે છે. જોકે બે વર્ષથી કોરોના મહામારીના કારણે સમાજના આગેવાનો દ્વારા મેઘ મેળાનું આયોજન કરાતું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.